
જો હોટેલ સેગમેન્ટની આવકની વાત કરીએ તો તે 18.19 ટકા વધીને 842 કરોડ રૂપિયા થઈ છે. આ સાથે જ એગ્રીકલ્ચર સેગમેન્ટની આવક 2.21 ટકા ઘટીને 3054.7 કરોડ રૂપિયા થઈ છે. ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 5.33 ટકા વધીને 13,453.73 કરોડ રૂપિયા થયો છે.

ITC ના જણાવ્યા અનુસાર ડિવિડન્ડની ચૂકવણી શેરહોલ્ડર્સને 26 થી 28 ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવશે. ડિવિડન્ડ આપવા માટે રેકોર્ડ ડેટ 8 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. તેથી જે શેરહોલ્ડર્સના ખાતામાં જેટલા શેર હશે તે મૂજબ શેર દીઠ 6.25 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ આપવામાં આવશે.