
2.34 વાગ્યાના અત્યાર સુધી 3.30એ આજે માત્ર 1 કલાકમાં માર્કેટ 200 પોઈન્ટ ઘટી ગયું છે, તેમજ આજે આખા દિવસની વાત કરીએ તો આજે 270 પોઈન્ટથી વધારેનો ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. તેણે બુધવારે રાત્રે ભારત પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો જેમાં ભારતીય સેનાએ આ હુમલાનો નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારે પાકની આ હરકતના જવાબમાં ભારતે ગુરુવારે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દીધુ છે. સરકારે પાકિસ્તાનના નાપાક કૃત્ય વિશે માહિતી આપતું નિવેદન બહાર પાડ્યું.

આ તણાવના કારણે રોકાણકારોમાં ભયનો માહોલ છે, જેનાથી શેરબજારમાં વેચાણ દબાણ વધી ગયું છે. વિશ્વસનીયતા અને સુરક્ષાના અભાવને કારણે રોકાણકારો વધુ જોખમથી બચવા માટે વેચાણ કરી રહ્યા છે, જેના પરિણામે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
Published On - 3:55 pm, Thu, 8 May 25