
ઠગ લોકોને ફોન કોલ, ઈમેલ અને જુદા-જુદા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ANGEL ONE ના કસ્ટમર્સનો સંપર્ક કરી રહ્યા છે. સ્કેમર્સ ખોટ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન જણાવી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

આ પ્રકારના ફ્રોડથી બચવા માટે ANGEL ONE એ જણાવ્યું કે, તમારી અંગત કે નાણાકીય વિગતો કોઈની સાથે શેર કરવી નહીં. જો કોઈના દ્વારા રોકાણ પર ઓફર આપવામાં આવે છે તો સાવચેત રહો. તમારા ડીમેટ એકાઉન્ટ માટે પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો જેથી તે હેક થઈ શકે નહીં. જો તમારી સાથે કોઈ પણ ફ્રોડ થાય તો તરત જ તીને કંપનીને જાણ કરો.