
ટ્રેડિંગ રાબેતા મુજબ સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને બપોરે 3:30 વાગ્યે બંધ થશે. જો કે, 1 જાન્યુઆરીએ નવા વર્ષની ઉજવણીના કારણે, FII એટલે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો તરફથી ઓછી પ્રવૃત્તિ જોવા મળી શકે છે, પરંતુ સ્થાનિક શેરબજારમાં ભારે ટ્રેડિંગની અપેક્ષા છે.

શેરબજારની રજાઓની યાદી મુજબ સાપ્તાહિક રજાઓ એટલે કે શનિવાર અને રવિવાર સિવાય આખા વર્ષમાં 14 દિવસ શેરબજાર બંધ રહેશે.

વર્ષ 2025માં શેર માર્કેટ સૌપ્રથમ 26 ફેબ્રુઆરી, 2025ના રોજ શિવરાત્રી હોવાથી બંધ રહેશે, તો વર્ષના અંતે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ નિમિત્તે માર્કેટ બંધ રહેશે. આ રીતે કુલ 14 દિવસ માર્કેટ બંધ રહેશે.