Gujarati News Photo gallery Stock Market Engineering company Anup Engineering Ltd preparing to give bonus shares shareholders get free shares Investors
આ એન્જિનિયરિંગ કંપની કરી રહી છે બોનસ શેર આપવાની તૈયારી, શેરહોલ્ડર્સને ફ્રીમાં મળશે શેર
કંંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ આગામી 20 માર્ચે થશે. જેમાં બોનસ શેર આપવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવશે અને તેને મંજૂરી આપવામાં આવશે. આ પહેલી વખત હશે જ્યારે કંપની શેરહોલ્ડર્સને બોનસ શેરની ભેટ આપશે.
1 / 5
ઔદ્યોગિક મશીનરી મેન્યુફેક્ચરિંગ કંપની અનુપ એન્જિનિયરિંગના શેરમાં આજે 18 માર્ચના રોજ ઉછાળો આવ્યો હતો. અનુપ એન્જિનિયરિંગનો શેરમાં 15 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા 5 મહિનામાં આજે એક જ દિવસમાં કંપનીના શેરમાં આ સૌથી મોટો ઉછાળો છે. કંપની તેના રોકાણકારોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે.
2 / 5
અનુપ એન્જિનિયરિંગે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ આગામી 20 માર્ચે થશે. જેમાં બોનસ શેર આપવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવશે અને તેને મંજૂરી આપવામાં આવશે. આ પહેલી વખત હશે જ્યારે કંપની શેરહોલ્ડર્સને બોનસ શેરની ભેટ આપશે. કંપનીએ વર્ષ 2022માં પ્રત્યેક શેર પર 8 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું હતું અને જુલાઈ 2023માં 15 રૂપિયાનું અંતિમ ડિવિડન્ડ આપ્યું હતું.
3 / 5
અનુપ એન્જિનિયરિંગના શેર 18 માર્ચના રોજ 435.75 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 2863.20 ના સ્તર પર ખુલ્યો હતો અને 3190 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 16.05 ટકાના વધારા સાથે 3150 રૂપિયા પર બંધ થયો હતો. શેરનું 52 વીકનું હાઈ લેવલ 3190 રૂપિયા અને 52 સપ્તાહનું નીચું લેવલ 950 રૂપિયા છે.
4 / 5
છેલ્લા 6 મહિનામાં અનુપ એન્જિનિયરિંગના શેરે ઈન્વેસ્ટર્સને 1058.40 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 50.60 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 218.46 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 2160.85 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 445.60 ટકાનું રિટર્ન આપ્યું છે.
5 / 5
અનુપ એન્જિનિયરિંગમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 42.9 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 45.2 ટકા છે. કંપનીમાં કુલ 83755 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 3111 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 0.00 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 82.1 કરોડ રૂપિયા છે. (નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)