Stock Market : એક શેર ₹35 નું ‘તગડું ડિવિડન્ડ’! 943% જેટલું રિટર્ન આપનારી કંપનીએ કરી મોટી જાહેરાત, રોકાણકારોમાં ઉત્સાહનો પાર નહીં

એક શેર પર રોકાણકારોને ₹35 નું તગડું ડિવિડન્ડ મળવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, આ BSE સ્મોલકેપ કંપનીએ છેલ્લા 5 વર્ષમાં 943% જેટલું રિટર્ન આપ્યું છે.

| Updated on: Jan 14, 2026 | 8:13 PM
1 / 5
BSE સ્મોલકેપ કંપની તેના શેરધારકોને ભેટ આપવા જઈ રહી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026 માટે પ્રતિ શેર ₹35 ના બીજા વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડ એવા રોકાણકારોને આપવામાં આવશે કે, જેમના નામ 16 જાન્યુઆરી, 2026 સુધી કંપનીના રેકોર્ડમાં નોંધાયેલા હશે.

2 / 5
કંપનીએ 6 જાન્યુઆરી, 2026 ના રોજ યોજાયેલી તેની બોર્ડ મીટિંગમાં આ નિર્ણય લીધો હતો. આ સ્મોલકેપ કંપનીના શેરની ફેસ વેલ્યુ ₹10 છે અને આ ડિવિડન્ડ હેઠળ, કંપની તેના શેરધારકો વચ્ચે કુલ રૂ. 10.90 કરોડનું વિતરણ કરશે. આ ડિવિડન્ડ 5 ફેબ્રુઆરી, 2026 સુધીમાં ચૂકવવામાં આવશે.

3 / 5
નોંધનીય છે કે, કંપનીએ અગાઉ નાણાકીય વર્ષ 2025 માટે પ્રતિ શેર ₹30 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. આનો અર્થ એ થયો કે, શેરધારકોને સતત બીજા વર્ષે સારું રિટર્ન મળી રહ્યું છે. હાલમાં, આ સ્મોલકેપ કંપનીનું માર્કેટ કેપ આશરે ₹951 કરોડ છે અને તેના શેરની કિંમત લગભગ ₹3,069.00 ની આસપાસ છે. 05 વર્ષમાં, કંપનીએ તેના રોકાણકારોને 943% જેટલું રિટર્ન આપ્યું છે.

4 / 5
TAAL Tech નું જૂનું નામ TAAL Enterprises Limited હતું. આ એક એન્જિનિયરિંગ સર્વિસ કંપની છે, જેમાં પ્રમોટર્સ 50.80% હિસ્સો ધરાવે છે. જો કે, છેલ્લા 06 મહિનામાં આ શેર લગભગ 11% ઘટ્યો છે. BSE પર શેરનો 52 અઠવાડિયાનો હાઈ 4,344 રૂપિયા અને લો (Low) 2,100 રૂપિયા રહ્યો છે, જ્યારે તેમાં 20 ટકાની સર્કિટ લિમિટ લાગુ છે.

5 / 5
કંપનીના નાણાકીય પરિણામની વાત કરીએ તો, જુલાઈ-સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં TAAL Tech ની સ્ટેન્ડઅલોન આવક ₹47 કરોડ હતી, જ્યારે ચોખ્ખો નફો ₹13.46 કરોડ હતો. અગાઉના જૂન 2025 ક્વાર્ટરમાં, કંપનીએ ₹43.88 કરોડની આવક અને ₹12.37 કરોડનો નફો નોંધાવ્યો હતો.