Stock Market: 9 વર્ષનું સૌથી મોટું ડિવિડન્ડ ! કંપનીના દરેક શેર પર મળશે ‘195 રૂપિયા’, ફટાફટ ચેક કરો ‘રેકોર્ડ ડેટ’

શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે ખાસ સમાચાર બહાર આવ્યા છે. વાત એમ છે કે, FMCG સેક્ટરની જાણીતી મલ્ટીનેશનલ કંપનીએ તેના શેરધારકોને જબરદસ્ત ભેટ આપવાની જાહેરાત કરી છે.

| Updated on: Jan 30, 2026 | 6:40 PM
1 / 6
શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. FMCG સેક્ટરની જાણીતી મલ્ટીનેશનલ કંપનીએ તેના શેરધારકોને જબરદસ્ત ભેટ આપી છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની સાથે છેલ્લા નવ વર્ષનું સૌથી મોટું ડિવિડન્ડ (Dividend) જાહેર કર્યું છે.

2 / 6
મળતી માહિતી મુજબ, આ કંપની દ્વારા છેલ્લા 9 વર્ષમાં આપવામાં આવેલું સૌથી મોટું ડિવિડન્ડ છે. કંપનીએ શુક્રવાર, 30 જાન્યુઆરીના રોજ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની સાથે ડિવિડન્ડની જાહેરાત કરી હતી. મજબૂત ઓપરેશનલ કામગીરીને કારણે કંપનીના EBITDA અને માર્જિનમાં વાર્ષિક ધોરણે સુધારો જોવા મળ્યો છે.

3 / 6
P&G Hygiene એ તેના રોકાણકારોને દરેક શેર દીઠ ₹195 નું વચગાળાનું ડિવિડન્ડ (Interim Dividend) આપવાની જાહેરાત કરી છે. આ ડિવિડન્ડમાં ₹25 ના સ્પેશિયલ ડિવિડન્ડનો પણ સમાવેશ થાય છે. કંપનીનું કહેવું છે કે, મજબૂત કેશ ફ્લો અને સ્થિર બિઝનેસ કામગીરીને કારણે શેરધારકોને વધુ સારું રિટર્ન આપવું શક્ય બન્યું છે.

4 / 6
જણાવી દઈએ કે, આ છેલ્લા 9 વર્ષમાં કંપની દ્વારા તેના શેરધારકો માટે જાહેર કરવામાં આવેલું સૌથી મોટું ડિવિડન્ડ પેઆઉટ (Dividend Payout) છે. આ પહેલા મે 2017માં કંપનીએ તેના શેરધારકો માટે ₹362 ના સ્પેશિયલ ડિવિડન્ડની જાહેરાત કરી હતી.

5 / 6
ડિવિડન્ડ મેળવવા માટે રોકાણકારોએ રેકોર્ડ ડેટ પહેલા શેર પોતાના ડીમેટ એકાઉન્ટમાં રાખવા પડશે. કંપનીએ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 5 ફેબ્રુઆરી, 2026 નક્કી કરી છે. એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે કે, ડિવિડન્ડની ચુકવણી 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ અથવા તો તે પહેલાં કરવામાં આવશે.

6 / 6
પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઈજીન એન્ડ હેલ્થકેરના શેર ₹11,766 પર ટ્રેડ કરી રહ્યા છે. છેલ્લા 12 મહિનામાં સ્ટોક 18% જેટલો નીચે આવ્યો છે. શેર મોટાભાગના સમયે લાલ નિશાન પર (ઘટાડા સાથે) કારોબાર કરતો જોવા મળ્યો છે. 10 વર્ષના લાંબાગાળામાં આ શેરે 113 ટકા રિટર્ન આપ્યું છે.