
હવે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે. આ OTP નાખો અને પછી તમારો આધાર નંબર અથવા એનરોલમેન્ટ ID તમારા મોબાઇલ નંબર કાં તો પછી ઇમેઇલ પર મોકલવામાં આવશે.

વધુમાં તમે આધાર કાર્ડ એપ પરથી પણ તમારો આધાર નંબર મેળવી શકો છો. આ માટે પહેલા ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરો. લોગ ઇન કર્યા પછી "Get EID/UID" વિકલ્પ પર ક્લિક કરો. હવે તમારે મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યારબાદ એક OTP આવશે, જે દાખલ કર્યા પછી તમને તમારો આધાર નંબર મળશે.

જો તમે હજુ સુધી તમારા મોબાઇલ નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ નથી, તો તમે તમારું કામ ઓનલાઈન પૂર્ણ કરી શકશો નહીં. તમારે પહેલા તમારા નજીકના આધાર સેન્ટરની મુલાકાત લેવી પડશે. તમારા બાયોમેટ્રિક ડેટાને ચોક્કસ દસ્તાવેજો, જેમ કે તમારા PAN કાર્ડ અથવા મતદાર ID સાથે ચકાસ્યા પછી જ આધાર નંબર આપવામાં આવશે.