
હવે એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, હળદર, મરચું પાઉડર, તેલ ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં થોડુ-થોડું પાણી ઉમેરીને રોટલીના લોટની જેમ ઢોકળીનો લોટ બાંધી લો.

હવે એક પેનમાં દાળને ઉકળવા મુકો. તેમાં મીઠું, મરચું, ધાણા જીરું અને ગોળ ઉમેરી ઉકળવા દો. ત્યારબાદ તૈયાર કરેલા લોટમાંથી રોટલી બનાવી તેને કાપી લો. ત્યારબાદ તેને ઉકળવા નાખો.

ત્યારબાદ હવે એક પેનમાં તેલ લો. તેમાં રાઈ, હિંગ, લાલ મરચાં, ગરમ મસાલો નાખી આ વઘારને ઢોકળીમાં નાખી. ગરમ થવા દો. ત્યારબાદ તેને સર્વ કરો.