Tuver Na Totha Recipe: શિયાળાની સ્પેશિયલ વાનગી તુવેરના ટોઠાને ઘરે આ રીતે બનાવો, જુઓ તસવીરો

|

Nov 27, 2024 | 3:05 PM

શિયાળો આવતાની સાથે બજારમાં ઠેર ઠેર સ્વાદિષ્ટ ટોઠાની લારી જોવા મળે છે. પરંતુ બજાર જેવા સ્વાદિષ્ટ ટોઠા ઘરે બનાવવામાં મુશ્કેલી આવે છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કેવી રીતે સરળતાથી લીલી તુવેરના ટોઠા બનાવી શકાય.

1 / 5
 શિયાળામાં લીલી તુવેરના ટોઠા બનાવવા માટે કેટલી વસ્તુઓની જરુર પડે છે. જેમાં સૌથી પહેલા લીલી તુવેર, લીલું લસણ, મીઠું, બેકિંગ સોડા, તેલ, આદું, મરચા, ટમેટાની પ્યુરી, સુકા લાલ મરચા, ડુંગળી, હળદર, ધાણાજીરું સહિતની સામગ્રી એકત્રિત કરો.

2 / 5
તુવેરના ટોઠા બનાવવા માટે સૌથી પહેલા એક કૂકરમાં લીલી તુવેર લઈ તેમાં થોડુ મીઠું, બેકિંગ સોડા અને થોડું પાણી ઉમેરી 2 સિટી વગાડી દો.  ત્યાર બાદ એક કઢાઈમાં થોડું તેલ ઉમેરી તેમાં અજમો, સુકા મરચા, ઝીણી કાપેલી ડુંગળી, આદું મરચા ઉમેરી બરાબર મિક્સ કરી લો.

3 / 5
આ પેસ્ટ બરાબર સાતળી લો. ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી જ્યાં સુધી ગ્રેવીમાંથી તેલ છુટુ ના પડે ત્યાંથી થવા દો. પછી તેમાં લીલુ લસણ, લાલ મરચું, હળદર, ધાણાજીરું અને હિંગ ઉમેરી બરાબર મિક્સ કરો.

4 / 5
હવે આ ગ્રેવીમાં બાફેલી તુવેર ઉમેરો. ત્યારબાદ તેમાં જરુર અનુસાર પાણી ઉમેરી ધીમી આંચ પર ઉકળવા દો. પછી તેમાં ગરમ મસાલો, મીઠું અને કોથમરી ઉમેરી થોડીક વાર થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરો.

5 / 5
તમે તુવેરના ટોઠાને પાઉ, બ્રેડ અથવા તો પરોઠા કે બાજરીના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો. તમારા ઘરે કોઈ મહેમાન આવે તો પણ તમે તેને આ વાનગી સર્વ કરી શકો છો.

Next Photo Gallery