Methi Na Gota Recipe: ગણતરીની મિનિટોમાં જ બજાર જેવા મેથીના ગોટા ઘરે બનાવો, જુઓ તસવીરો

|

Nov 26, 2024 | 3:06 PM

શિયાળામાં મોટાભાગના લોકોને ચા સાથે ગરમા ગરમ નાસ્તો કરવાની આદત હોય છે. તેમાં પણ શિયાળામાં મેથીની ભાજીના ભજીયા ખાવાનું લોકોને ખૂબ જ પસંદ હોય છે. તો આજે આપણે જાણીશું કે ઘરે કેવી રીતે બજાર જેવા મેથીના ભજીયા બનાવી શકાય છે.

1 / 5
શિયાળામાં ઘરે જ બજાર જેવા મેથીના ભજીયા બનાવવા માટે ચણાનો લોટ, લીલા ધાણા, અજમો, હળદર, પાણી, બેકિંગ સોડા, સૂકા ધાણા, મીઠું, તાજી લીલી મેથી, તેલ સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 5
મેથીના પાનને સારી રીતે ધોઈને બારીક કાપી રાખો. ત્યાર બાદ એક મિક્સિંગ બાઉલમાં એક કપ બારીક ચણાનો લોટ ઉમેરો. તેમાં જાડો ( કરકરો ) લોટ ઉમેરો.

3 / 5
હવે આ લોટમાં લીલા મરચા, મીઠું, 1 ચમચી મરી પાઉડર, આખા ધાણા, હળદર પાઉડર, 3 ચમચી બારીક સમારેલી કોથમીર અને મેથીની ભાજી ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ થોડું થોડું પાણી ઉમેરી ઘટ્ટ બેટર બનાવી લો.

4 / 5
 બેટરમાં એક ચમચી બેકિંગ સોડા ઉપર ગરમ તેલ નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ મધ્યમ ગેસની આંચ પર મેથીના ભજીયાને તળી લો. ભજીયા બંન્ને તરફ સોનેરી થાય ત્યારે તેને તેલમાંથી કાઢી લો.

5 / 5
ગોટાને કાગળ પર અથવા ટુવાલ પર કાઢી લો. જેથી વધારાનું ઓઈલ દૂર થઈ જાય. ત્યાર બાદ તમે ચા સાથે ગરમા ગરમ મેથીના ભજીયાને સર્વ કરી શકો છો.

Next Photo Gallery