
આ વ્યવસાય શરૂ કરવા માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજોની સાથે-સાથે મ્યુનિસિપલ વેન્ડિંગ લાઈસન્સની પણ જરૂર પડે છે. વેન્ડિંગ લાઈસન્સ એ એક કાનૂની મંજૂરી છે, જે સ્થાનિક મહાનગરપાલિકા કે નગરપાલિકા તરફથી સ્ટ્રીટ વેન્ડર્સને આપવામાં આવે છે.

આ બિઝનેસને આગળ વધારવા માટે ગ્રાહકને ઑફર્સ પણ આપી શકો છો. દા.ત. “3 ચુડલા લ્યો અને 1 ફ્રી”, 10% ડિસ્કાઉન્ટ વગેરે. આ સિવાય તમે ઍક્સેસરીઝ અને ચુડલાના ફોટા વોટ્સએપ સ્ટેટસ કે લોકલ મહિલા ગ્રુપમાં શેર કરી શકો છો.

તહેવાર મુજબ નવી વેરાઈટી લાવવી, ઘરે ઓર્ડર લઈને ડિલિવરી કરવી અને ગ્રાહકો સાથે સારો વ્યવહાર રાખવો. આ બિઝનેસ તમે ધીમે ધીમે વધારી શકો છો. બીજું કે, તમે કસ્ટમ ઓર્ડર અથવા ઓનલાઈન પ્લેટફોર્મ થકી પણ આ બિઝનેસ ચલાવી શકો છો.