
આ વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, સ્થાનિક મ્યુનિસિપલ બોર્ડનું લાઈસન્સ તથા જો આવક ₹20 લાખથી વધુ થાય તો GST રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે.

જરૂરી સાધનસામગ્રીમાં શેલ્વ્ઝ, મિરર, લાઇટિંગ, બ્યુટી ટ્રીટમેન્ટ, શોખીન ગ્રાહકો માટે પ્રોડક્ટ સેમ્પલ, બિલિંગ માટે નોટબુક કે કમ્પ્યુટર, પેકિંગ સામાન જેમ કે બેગ્સ, ટૅગ્સ અને કાઉન્ટર ડિસ્પ્લેનો સમાવેશ કરો.

હોલસેલમાં કોસ્મેટિક્સ ખરીદવા માટે કેટલીક જાણીતી અને વિશ્વસનીય જગ્યાઓ છે કે, જ્યાંથી તમે હોલસેલ ભાવે માલ ખરીદી શકો છો. દિલ્હીમાં સદર બજાર, મુંબઈમાં ગુરુકૃપા માર્કેટ, અમદાવાદમાં કાલુપુર બજાર અને સુરતમાં એન આર બ્યૂટી વર્લ્ડ કોસ્મેટિક પ્રોડક્ટ માટે ખૂબ જ લોકપ્રિય છે. અહીંથી તમને મેકઅપ, સ્કિન કેર અને હેર કેરના પ્રોડક્ટ્સ બહુ સસ્તા દરે મળી શકે છે.

માર્કેટિંગ માટે સ્થાનિક સ્તરે તમે આસપાસના વિસ્તારોમાં પોસ્ટર લગાવી શકો છો. મહિલાઓના ગ્રુપમાં પ્રોડક્ટ વિશે વાત કરો અને પ્રચાર કરો. WhatsApp સ્ટેટસ મૂકો, Instagram અને Facebook પર પેજ બનાવીને ફોટા અને માહિતી શેર કરો.

ગ્રાહકોને આકર્ષવા માટે નવી-નવી ઓફર્સ બહાર પાડો, જેવી કે ફ્રી સેમ્પલ આપવા, મેકઅપ ટ્રાયલ કરાવવો કે કોઈ 'Buy 1 Get 1 Scheme' આપો.

સરળ રીતે જોઈએ તો, કોસ્મેટિક્સ અને બ્યુટી શોપનો વ્યવસાય તમે ઓછા રોકાણે શરૂ કરી શકો છો. જો તમે નવી વેરાયટી, વ્યાજબી ભાવ અને સારી સુવિધા આપશો તો આ બિઝનેસ તમને જરૂર સફળતા અપાવશે.