Business Idea : મહિનાની આવક ₹1,50,000 ! આ બિઝનેસ ડિજિટલ યુગમાં ધમાલ મચાવશે, ક્યારેય મંદી નહી આવે

ડિજિટલ યુગમાં કમ્પ્યુટર વગર કામ કરવું મુશ્કેલ બન્યું છે. હવે નાની-મોટી જોબ કરવી હોય તો પણ કમ્પ્યુટર આવડવું ફરજિયાત છે. એવામાં ચાલો જાણીએ કે, 'કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર' શરૂ કેવી રીતે કરવું...

| Updated on: Aug 10, 2025 | 7:35 PM
1 / 8
આજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટરનું મહત્ત્વ ખાસ બની ગયું છે. એવામાં જો તમે 'કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર'ને લગતો બિઝનેસ શરૂ કરો છો, તો તમે સારી એવી આવક ઊભી કરી શકો છો.

2 / 8
'કમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર' બિઝનેસ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બિઝનેસ શરૂ કરવા માટે લગભગ 500 થી 800 સ્ક્વેર ફૂટ જગ્યા, 5 થી 10 કમ્પ્યુટર સેટ, ફર્નિચર, પ્રોજેક્ટર, હાઇ સ્પીડ ઇન્ટરનેટ, ઇન્વર્ટર/યુપીએસ બેકઅપ, પ્રિન્ટર/સ્કેનર અને અનુભવી ટ્રેનરની જરૂરત પડે છે.

3 / 8
દસ્તાવેજોની વાત કરીએ તો, MSME રજીસ્ટ્રેશન, GST રજીસ્ટ્રેશન, ટ્રેડ લાઇસન્સ, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તથા માન્ય સંસ્થા સાથે સર્ટિફિકેશન માટેનું ટાઇ-અપ કરવું આવશ્યક છે.

4 / 8
પ્રારંભિક રોકાણ ₹3,00,000 થી ₹7,00,000 જેટલું થઈ શકે છે. આમાં કમ્પ્યુટર સેટ, ફર્નિચર, પ્રોજેક્ટર, ઇન્ટરનેટ, બેકઅપ સિસ્ટમ અને માર્કેટિંગ જેવા ખર્ચનો સમાવેશ થાય છે.

5 / 8
આ બિઝનેસ શરૂ કરતી વખતે યોગ્ય લોકેશન પસંદ કરવી, લોકલ માર્કેટ રેટ મુજબ કોર્સ પ્લાન અને ફી સ્ટ્રક્ચર બનાવવું, સર્ટિફિકેટ માટે માન્ય સંસ્થા સાથે જોડાણ કરવું તેમજ એક કે બે અનુભવી ટ્રેનર રાખવા ખૂબ જરૂરી છે.

6 / 8
આવકની વાત કરીએ તો, બેઝિક કમ્પ્યુટર કોર્સ માટે ₹3,000 થી ₹5,000 અને એડવાન્સ કોર્સ માટે ₹6,000 થી ₹15,000 ફી લેવામાં આવે છે. જો સરેરાશ 50 વિદ્યાર્થી એડમિશન લે છે, તો માસિક આવક ₹2,50,000 અથવા તો તેથી વધુની થઈ શકે છે. આમાં નફો લગભગ ₹1,20,000 થી ₹1,50,000 જેટલો રહે છે.

7 / 8
માર્કેટિંગ માટે સ્કૂલ-કોલેજ સાથે પાર્ટનરશિપ, લોકલ પેમ્પલેટ વિતરણ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, ફ્રી ડેમો ક્લાસ અને પ્લેસમેન્ટ સર્વિસ જેવી રીતો અપનાવી શકાય.

8 / 8
આ બિઝનેસમાં સફળતા મેળવવા માટે કોર્સ કન્ટેન્ટ નિયમિત અપડેટ કરતાં રહેવું, પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર ભાર આપવો, ફ્લેક્સીબલ બેચ ટાઇમિંગ રાખવો અને માન્ય સર્ટિફિકેટ આપવું ખૂબ જ અગત્યનું છે.