Business Idea : ₹40,000 થી ₹50,000 જેટલી કમાણી ! આ ધંધાથી કમાલ તો જુઓ, તમારે બસ પર્યાવરણની સેવા કરવાની

હાલની તારીખમાં દેશભરના ઘણા રાજ્યોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એવામાં લગ્ન પ્રસંગે, પાર્ટીઓ, હોટલો અને શેરી સ્ટોલ પર ભોજન પીરસવા માટે બાયોડિગ્રેડેબલ પ્લેટો અને બાઉલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એવામાં ચાલો જાણીએ કે, આ વ્યવસાય કેવી રીતે શરૂ કરવો...

| Updated on: Nov 03, 2025 | 7:05 PM
4 / 10
આ વ્યવસાયનો સૌથી મોટો ફાયદો એ છે કે, આમાં તમારે કોઈ મોટી જગ્યાની જરૂર નથી. તમે ફક્ત 1,000 ચોરસ ફૂટમાં આ બિઝનેસ સરળતાથી શરૂ કરી શકો છો. આ માટે તમારે હાઇડ્રોલિક પ્લેટ બનાવવાનું મશીન અને કેટલાક મૂળભૂત સાધનોની જરૂર પડશે. જો તમે એક મશીનથી આ ધંધાની શરૂઆત કરો છો, તો તેનો અંદાજિત ખર્ચ ₹1.5 લાખ થી ₹2 લાખ થશે. આ મશીન 6 ઇંચથી 12 ઇંચ સુધીના તમામ કદના પ્લેટ અને બાઉલ બનાવી શકે છે.

5 / 10
આ વ્યવસાય માટેનો કાચો માલ ખૂબ જ સસ્તો અને સરળતાથી મળી આવે છે. તમે તેને સ્થાનિક બજાર, IndiaMART અથવા TradeIndia જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ખરીદી શકો છો.

6 / 10
કાચા માલમાં મુખ્યત્વે કાગળના પલ્પ, બગાસ શીટ અથવા સૂકા પાંદડાનો ઉપયોગ થાય છે. એક કિલોગ્રામ કાગળના પલ્પથી લગભગ 100 પ્લેટ બનાવી શકાય છે. જો તમે ઇચ્છો તો, તમે નજીકના ખેડૂતો પાસેથી સૂકા પાન પણ ખરીદી શકો છો, જેનાથી તમને સસ્તો માલ મળશે અને તેમને ફાયદો પણ થશે.

7 / 10
વ્યવસાયની કમાણી વિશે વાત કરીએ તો, તમારું મશીન દિવસમાં 8 કલાક ચાલે છે અને એમાંય તમે પ્રતિ કલાક આશરે 500 પ્લેટ બનાવો છો, તો એક દિવસમાં લગભગ 4000 પ્લેટ બની શકે છે. જો તમે દરેક પ્લેટ ₹1 માં વેચો છો, તો તમારું દૈનિક વેચાણ ₹4,000 થશે. જો તમે મહિનામાં 25 દિવસ મશીન ચલાવો છો, તો તમે ₹1 લાખ થી ₹1.20 લાખ સુધીનું વેચાણ કરી શકો છો. ખર્ચ પછી તમે સરળતાથી ₹40,000 થી ₹50,000 સુધીનો માસિક નફો કમાઈ શકશો. બીજું કે, જેમ જેમ તમે મશીનોની સંખ્યા વધારશો તેમ તેમ તમારી કમાણી પણ ઝડપથી વધશે.

8 / 10
લગ્ન, પાર્ટીઓ, ધાર્મિક કાર્યક્રમો, શાળા અને કોલેજ કેન્ટીન, હોટલ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સમાં બાયોડિગ્રેડેબલ પ્લેટોની માંગ સૌથી વધુ જોવા મળે છે. વધુમાં તમે તમારા વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ સર્વિસનો સંપર્ક કરી શકો છો. તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા મીશો જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ તમારી પ્લેટ સપ્લાય કરવાનું શરૂ કરી શકો છો.

9 / 10
જો તમારું રોકાણ મર્યાદિત છે, તો ચિંતા કરશો નહીં. સરકારની PMEGP (પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ) યોજના આવા નાના વ્યવસાયો માટે લોન અને સબસિડી પૂરી પાડે છે. આ યોજના હેઠળ તમે 25% થી 35% સુધીની સબસિડી મેળવી શકો છો. આ ઉપરાંત, MSME રજીસ્ટ્રેશન કરાવવા પર ટેક્સ અને વીજળી સંબંધિત ઘણી છૂટ પણ મળી આવે છે.

10 / 10
આ વ્યવસાયનો બીજો મોટો ફાયદો એ છે કે, તમે માત્ર પૈસા કમાતા નથી પણ પર્યાવરણની સેવા કરી રહ્યા છો. એવામાં જ્યારે લોકો પ્લાસ્ટિકને બદલે તમારી આ "બાયોડિગ્રેડેબલ બાઉલ અને પ્લેટ"નો ઉપયોગ કરે છે, ત્યારે માટી, પાણી અને હવા બધું જ સુરક્ષિત રહેશે.