
આ સિવાય નાની દુકાન કે હોલસેલ બિઝનેસ શરૂ કરો છો, તો તેમાં અનુક્રમે ₹1 થી ₹3 લાખ અને ₹5 થી ₹20 લાખ જેટલી કમાણી કરી શકો છો.

આ વ્યવસાયમાં સ્ટોરેજ રૅક્સ, પેકિંગ મટિરિયલ, બિલિંગ મશીન જેવી સાધનસામગ્રી સાથે ફાયર એક્સટિંગ્વિશર અથવા તો ફાયર સેફ્ટી સિસ્ટમ ફરજિયાત છે. આ બિઝનેસ કરવા માટે PESO (Petroleum and Explosives Safety Organisation) લાઇસન્સ, ટ્રેડ લાઇસન્સ, GST રજિસ્ટ્રેશન, ફાયર NOC અને પોલીસ/મ્યુનિસિપલ મંજૂરી લેવી જરૂરી છે.

બિઝનેસનું માર્કેટિંગ કરવા માટે સીઝનલ પ્લાનિંગ કરવું પડે છે. આના માટે તમારે ઓનલાઇન પ્રમોશન, સોશિયલ મીડિયા પ્લેટ્ફોર્મ્સ અને વૉટ્સએપ ગ્રુપ્સ પર નવી-નવી પોસ્ટ શેર કરવી જોઈએ. આ ઉપરાંત ગ્રુપ-ડિસ્કાઉન્ટ અને પેકેજ્ડ “દિવાળી કોમ્બો” આપવાથી ગ્રાહકો વધારે આકર્ષાય છે.

સ્ટોક ખરીદવા માટે તમિલનાડુનું શિવકાશી ભારતનું મુખ્ય ફાયરવર્ક હબ ગણાય છે. અહીંથી મોટાપાયે હોલસેલમાં સ્ટોક મળી જાય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં પણ લોકલ હોલસેલ ડીલર્સ મળી જાય છે. જણાવી દઈએ કે, આ બિઝનેસમાં સેફટી રૂલ્સનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. સરળ રીતે જોઈએ તો, આ સીઝનલ બિઝનેસ તમને સારો એવો નફો આપી શકે છે.
Published On - 9:18 pm, Wed, 24 September 25