
વ્યવસાય શરૂ કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. જો ઘરેથી આ વ્યવસાય કરો છો તો કોઇ ખાસ લાયસન્સની જરૂર પડતી નથી પરંતુ દુકાન અથવા ઓફિસ હોય તો સ્થાનિક મ્યુનિસિપલિટીમાંથી ગુમાસ્તા લાયસન્સ લેવું પડે છે. જો વાર્ષિક આવક રૂ. 20 લાખથી વધુ થાય તો GST નંબર પણ લેવો પડી શકે છે.

હોલસેલમાં માલ ખરીદવા માટે તમારી પાસે બે વિકલ્પ ઉપલબ્ધ છે. જો તમારું બજેટ ઓછું છે અને ઝડપથી માલ જોઈએ છે, તો લોકલ માર્કેટ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

અમદાવાદમાં કાલુપુર, સુરતમાં સહારા દરવાજા અને રાજકોટમાં બંગડી બજાર એ હોલસેલ ખરીદી માટે જાણીતા વિસ્તાર છે. અહીં તમને ડેકોરેશન સામગ્રી, ગિફ્ટ આઇટમ્સ, પેકિંગ મટેરિયલ અને બીજા ઘણા સામાન હોલસેલ ભાવે મળી શકે છે. બીજો વિકલ્પ એ કે, તમે IndiaMart જેવા ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો.

વધુમાં તમે તહેવારને અનુકૂળ માલ-સામાન લાવી શકો છો અને બિઝનેસને વેગ આપી શકો છો. સરળ રીતે કહીએ તો, દિવાળીમાં ફટાકડા, ઉતરાયણમાં પતંગ-ફીરકી, હોળીમાં કલર અને પિચકારી, રક્ષાબંધનમાં રાખડી, ગણેશ ચતુર્થીમાં મૂર્તિ અને પૂજાપાને લગતો સામાન તેમજ નવરાત્રીમાં ચણિયાચોળીને લગતો માલ-સામાન લાવી શકો છો અને તેના થકી સરસ કમાણી કરી શકો છો.

ધંધાની શરૂઆત કરવા માટે બજેટ નક્કી કરો અને હોલસેલમાં માલ મંગાવો. ઘરમાં કે ગોડાઉનમાં એકસ્ટ્રા સ્ટોક મૂકી રાખો અને સોશિયલ મીડિયા તેમજ લોકલ લેવલે જોરશોરથી માર્કેટિંગ કરો.

Instagram, WhatsApp, Facebook જેવા પ્લેટફોર્મ પર રીલ્સ અને પોસ્ટ દ્વારા લોકોનું ધ્યાન તમારા બિઝનેસ તરફ ખેંચો. આ વ્યવસાયથી દૈનિક રૂ. 500 થી રૂ. 5000 સુધીની કમાણી શક્ય છે. મહિનાનો નફો રૂ. 10,000 થી લઈને રૂ. 60,000 સુધી પહોંચી શકે છે.

વ્યાપારીએ ગ્રાહકો સાથે ઘર જેવા સંબંધ બનાવવા, સમયસર ગ્રાહકોને ઓર્ડર પહોંચાડવો અને ખાસ ડિસ્કાઉન્ટ કે ઑફર્સ આપવી જોઈએ. તહેવારના સમયમાં શરૂ કરેલો આ નાનો વ્યવસાય તમને સારો એવો નફો આપી શકે છે.