
આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે સોયા વેક્સ (Soy wax), કોટન વિક્સ (Cotton Wicks), ફ્રેગરન્સ એસેન્સ, મીણબત્તીના મોલ્ડ, મીણના મેલ્ટિંગ પોટ્સ અને ગ્લિટર (Wax Melting Pots And Glitter) જેવી વસ્તુઓની જરૂર પડશે. મીણબત્તીઓ બનાવ્યા પછી તમારે તેને પેક કરવા માટે બોક્સ, લેબલ અને રેપિંગ પેપરની જરૂર પડશે.

કેન્ડલ બનાવવાનો વ્યવસાય શરૂ કરવા માટે ઘણા પૈસાની જરૂર પડતી નથી. જો તમે ઘરેથી નાનો વ્યવસાય શરૂ કરો છો, તો અંદાજિત સામગ્રી ખરીદવા માટે ₹5,000 થી ₹10,000 નું રોકાણ કરવું પડી શકે છે. આમાં રંગ, મોલ્ડ, ફ્રેગરન્સ અને પેકેજિંગ જેવા ખર્ચનો સમાવેશ થાય છે.

કેન્ડલ બનાવ્યા પછી તમે તેને અલગ અલગ રીતે વેચી શકો છો. તમે તેને લોકલ દુકાનો, ડેકોરેશન સ્ટોર્સ કે ગિફ્ટ સ્ટોર્સ અથવા તો હસ્તકલા મેળા (Craft Fair)માં વેચી શકો છો. વધુમાં તમે Instagram, WhatsApp અને Facebook જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર પણ એક પેજ બનાવી શકો છો તેમજ ઓનલાઇન બિઝનેસ કરી શકો છો.

આ વ્યવસાયમાં એક કેન્ડલ બનાવવા પાછળ આશરે 20 થી 25 રૂપિયાનો ખર્ચ થાય છે. ડિઝાઇનર અને ફ્રેગરન્સ કેન્ડલની કિંમત અંદાજિત ₹100 થી ₹300 જેટલી હોઈ શકે છે. જો તમે રોજની 20 કેન્ડલ વેચો છો, તો તમે અંદાજિત ₹1,500 થી ₹2,000 સુધીની કમાણી કરી શકો છો. બીજું કે, મહિનાની કમાણી ₹40,000 થી ₹60,000 જેટલી થઈ શકે છે.

યોગ્ય ડિઝાઇન, ક્વોલિટી અને માર્કેટિંગ સાથે આ બિઝનેસથી તમે 30%-50% જેટલો નફો કમાઈ શકો છો. આમ જોવા જઈએ તો, થોડી મહેનત અને ક્રિએટિવિટી સાથે આ નાનો બિઝનેસ દિવાળી જેવા તહેવારમાં આવકનો એક મસ્ત સ્ત્રોત બની શકે છે.