
આ બિઝનેસ મિનિમમ રૂ. 30,000 થી 1 લાખ સુધીના રોકાણથી શરૂ કરી શકાય છે. શરૂઆતમાં તમારે ફોલ્ડિંગ સ્ટેજ, ડ્રેપિંગ મટિરિયલ, લાઈટિંગ, બ્લૂન ડેકોર, ફ્રેશ ફ્લાવર્સ, રાઉન્ડ ટેબલ કવર, ચેર કવર જેવી સામગ્રી ખરીદવી પડશે.

નફાની વાત કરીએ તો, એક નાનાં ફંક્શનના ઇવેન્ટ ડેકોરેશનમાં તમને ઓછામાં ઓછો રૂ. 5,000 થી 20,000 સુધીનો નફો મળી શકે છે. જો તમે મહિને 8-10 ઇવેન્ટ પકડો તો તમે મહિને રૂ. 50,000થી વધુનો નફો પણ કમાઈ શકો છો. આ સિવાય તમે ઓર્ગેનિક માર્કેટિંગ, સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ અને ગ્રાહકો દ્વારા મળતા રેફરન્સથી તમારો બિઝનેસ વધારી શકો છો.

ઈવેન્ટ બિઝનેસમાં તમારે ડીજે, ફોટોગ્રાફર, કેટરિંગ સર્વિસ વાળાઓ સાથે પણ કોલેબોરેશન કરવું પડશે. આ બિઝનેસમાં ક્રિએટિવિટી અને વિશ્વાસ જ સૌથી મોટો મૂડીરૂપ છે.
Published On - 7:59 pm, Fri, 9 May 25