
આ વ્યવસાય માટે આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ કે લાઈટબિલ જેવી ઓળખ અને સરનામા જેવા પુરાવા જરૂરી છે. જો તમે શહેરી વિસ્તારમાં શોપ ખોલી રહ્યા છો તો શોપનું લાઈસન્સ પણ લેવું પડે. તમે ઇચ્છો તો લઘુ ઉદ્યોગ તરીકે Udyam Registration પણ કરાવી શકો છો.

માર્કેટિંગ માટે તમે ઘર પાસે બોર્ડ લગાવી શકો છો. વધુમાં મહિલાઓના ગ્રુપ કે પાર્ટીઓમાં તમારા કાર્ડ વહેંચી શકો છો અને સોશિયલ મીડિયા પર તમારા કામના ફોટા મૂકી શકો છો. તમે પોતાનો બિઝનેસ વધારવા માટે 'માઉથ પબ્લિસિટી' પણ કરી શકો છો.

ટેલરિંગ શીખવા માટે તમે ITI, NGO કે મહિલા મંડળના કોર્સમાં જોડાઈ શકો છો. આ ઉપરાંત, YouTube પર પણ ઘણાં વિડીયો ઉપલબ્ધ છે અને Skillshare, Udemy જેવી વેબસાઈટ પર પણ ઓનલાઇન કોર્સ મળી જાય છે. જો શક્ય હોય તો તમારા વિસ્તારના કોઈ અનુભવી ટેલર પાસેથી તમે ટ્રેનિંગ પણ લઈ શકો છો.

ટેલરિંગ અને અલ્ટરેશન વ્યવસાયમાં જો તમારું કામ યોગ્ય માપે હશે, ટાઈમલાઈન મુજબ હશે અને કસ્ટમરને સંતોષ થશે તો તમારા ગ્રાહકોમાં વધારો થશે. આ બિઝનેસ સેટ થઈ જાય પછી તમે ડ્રેસ ડિઝાઇનિંગનું કામ પણ શીખી શકો છો. જો આ કામ યોગ્ય રીતે સેટ થાય તો તમે દર મહિને એક સ્થિર આવક ઊભી કરી શકો છો.