
ખોરાકમાં મીઠું ઉમેરીને ખાવામાં શું નુકસાન છે?: ડાયેટિશિયન ફરેહા શનમ અને WHO અનુસાર, જો તમે ખોરાકમાં મીઠું ઉમેરીને ખાઓ છો તો તે બ્લડ પ્રેશર વધારી શકે છે અને સ્થૂળતાનું કારણ પણ બની શકે છે. આ ઉપરાંત હૃદય રોગ અને કિડની સંબંધિત રોગોનું જોખમ વધે છે.

WHO સંશોધન શું કહે છે?: WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ મુજબ વિશ્વભરના લોકો જરૂરિયાત કરતાં વધુ મીઠું ખાઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ યુવાનોનું દૈનિક સોડિયમનું સેવન 4310 મિલિગ્રામ છે. જે લગભગ 10.78 ગ્રામ જેટલું છે. તેમજ WHO અનુસાર એક યુવાન વ્યક્તિએ દરરોજ 2000 મિલી ગ્રામથી ઓછું સોડિયમ લેવું જોઈએ, જે 1 ચમચી જેટલું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈ પણ વસ્તુઓ અનુસરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)