
આ ટૂર્નામેન્ટમાં ભારતીય મહિલા હોકી ટીમની 5મી જીત છે. આ પહેલા ભારતે સાઉથ કોરિયા અને મલેશિયા, થાઈલેન્ડ અને ચીનને હાર આપી હતી. ભારતીય મહિલા હોકી ટીમ 5 મેચમાં 15 પોઈન્ટ સાથે ગ્રુપ સ્ટેજમાં ટોપ પર છે.

ભારતીય મહિલા હોકી ટીમ હવે મંગળવારના રોજ સેમિફાઈનલ રમવા મેદાનમાં ઉતરશે. આ સેમિફાઈનલમાં ટીમની ટકકર જાપાન સાથે જ થશે.