Sachin Yadav : કોણ છે જેવલિન થ્રોનો ભારતનો નવો સ્ટાર સચિન, જેમણે નીરજ ચોપરાને પણ પાછળ છોડ્યો

ભારતના સચિન યાદવે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાના પહેલા પ્રયાસમાં જ એક નોંધપાત્ર સફળતા મેળવી. તેણે 86.27 મીટર ભાલા ફેંકીને નીરજ ચોપરાને પાછળ છોડી દીધો હતો. તો જાણો કોણ છે નવો સ્ટાર સચિન યાદવ

| Updated on: Sep 18, 2025 | 5:26 PM
4 / 7
સચિન યાદવ ઉત્તર પ્રદેશના ખેકરા ગામનો રહેવાસી છે. શરૂઆતમાં ક્રિકેટ પ્રત્યે ઉત્સાહી, તેની એથ્લેટિક ક્ષમતાને પાડોશી અને રમતવીર સંદીપ યાદવે ઓળખી હતી, જેમણે સ્થાનિક ક્રિકેટ મેચ દરમિયાન સચિનના મજબૂત ખભા જોયા હતા. સંદીપના માર્ગદર્શન હેઠળ, સચિને 19 વર્ષની ઉંમરે ભાલા ફેંક (જેવલીન થ્રો ઈવેન્ટ)માં પરિવર્તન કર્યું. 6 ફૂટ 5 ઇંચ ઊંચાઈ ધરાવતા આ ખેલાડીએ મોટું નામ કમાયું છે

5 / 7
12  ફેબ્રુઆરીના રોજ તેમણે દેહરાદૂન ખાતે 38મી રાષ્ટ્રીય રમતોમાં 84.39 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો અને મીટ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.ત્યારબાદ યાદવે ગુમી ખાતે 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 85.16 મીટરના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો,

6 / 7
ભારતના સચિન યાદવે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાના પહેલા પ્રયાસમાં જ એક નોંધપાત્ર સફળતા મેળવી. તેણે 86.27 મીટર ભાલા ફેંકીને નીરજ ચોપરાને પાછળ છોડી દીધો હતો. તમને જણાવી દઈએ કે,પાકિસ્તાનનો અરશદ નદીમ આ રેસમાંથી બહાર થયો હતો.

7 / 7
 પહેલો થ્રો - 86.27 મીટર,બીજો થ્રો - ફાઉલ,ત્રીજો થ્રો - 85.71 મીટર,ચોથો થ્રો - 84.90 મીટર,પાંચમો થ્રો 85.96 મીટરનો રહ્યો હતો. આ તેની કારકિર્દીનો શ્રેષ્ઠ પ્રયાસ છે, જેનાથી તે ચોથા સ્થાને રહ્યો. સચિન યાદવ પણ પોતાનો સ્કોર સુધારવામાં નિષ્ફળ ગયો, તેણે પોતાના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 80.95 મીટર થ્રો કર્યો હતો. તે ચોથા સ્થાને રહ્યો. સચિન પાસે મેડલ જીતવાની તક હતી પરંતુ તે ચૂકી ગયો. જોકે, તેણે ફાઇનલમાં વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતુ.