
આ વખતે વેઈટલિફ્ટિંગમાં ભારત તરફથી માત્ર મીરાબાઈ ચાનુ જ દેશનું પ્રતિનિધિત્વ કરશે. મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. મહિલાઓની 49 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે પણ તેની પાસેથી મેડલની અપેક્ષા છે.

ટોક્યો ઓલિમ્પિક બાદ પેરિસ ઓલિમ્પિક સુધી પહોંચવા માટેની મીરા બાઈ ચાનૂની સફર સરળ રહી નથી. ઈજાને કારણે તેમણે અનેક મુશ્કેલિનો સામનો કરવો પડ્યો છે. એપ્રિલમાં તેમણે 184 કિલો વજન ઉઠાવી પેરિસની ટિકિટ મેળવી હતી. હવે તેને મેડલ પાક્કું કરવા માટે અંદાજે 200 કિલો વજન ઉઠાવવું પડશે.