સંઘર્ષનું બીજું નામ ‘વિનેશ ફોગાટ’, દુ:ખ-દર્દ અને આંસુ સાથે છે ઊંડો સંબંધ
પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ સાથે જે થયું તે કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી. 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને ગોલ્ડ મેડલ મેચ રમવાની તક મળી ન હતી. પરંતુ આ પહેલીવાર નથી, તેમનું આખું જીવન આવા સંઘર્ષોથી ભરેલું રહ્યું છે.
1 / 5
વિનેશ ફોગાટનો જન્મ 25 ઓગસ્ટ 194ના રોજ હરિયાણાના બલાલી ગામમાં થયો હતો. તેની ઉપલબ્ધિઓ વિશે તો દરેક જણ જાણે છે, પરંતુ તેના સંઘર્ષની કહાણી બહુ ઓછા લોકો જાણે છે. વિનેશ ફોગટ માત્ર નવ વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું.
2 / 5
વિનેશના પિતા રાજપાલ સિંહ ફોગટનું કેન્સરથી મૃત્યુ થયું હતું. આ પછી, વિનેશના સપના તેના પિતાના મોટા ભાઈ મહાવીર સિંહ ફોગાટે પૂરા કર્યા, જેમણે તેમની પુત્રીઓ ગીતા, બબીતા અને સંગીતાને પણ કુસ્તીબાજ બનાવી.
3 / 5
પિતાને ગુમાવ્યા બાદ તેની માતા પ્રેમલતાને પણ કેન્સર થયું ત્યારે વિનેશ પર દુ:ખનો પહાડ પડ્યો. પરંતુ તેણે જીવનમાં ક્યારેય હાર ન માની. વિનેશને તેની માતાએ નિર્ભય અને બહાદુર બનાવી છે. વિનેશ ફોગાટ તેની માતાને તેની સૌથી મોટી તાકાત માને છે.
4 / 5
રિયો ઓલિમ્પિક 2016ની ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા થઈ, જેના કારણે તે મેડલ જીતવાનું ચૂકી ગઈ હતી. પછી તેને સ્ટ્રેચર પર લઈ જવામાં આવી. આ કોઈ નાની ઈજા નહોતી. તેને ઈજામાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો હતો. આ પછી તેણે 2018માં ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને જોરદાર વાપસી કરી હતી. ઈજા બાદ આ તેની પ્રથમ મોટી જીત હતી. વિનેશે આ જ વર્ષે એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો. એશિયાડમાં ગોલ્ડ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી.
5 / 5
વિનેશ ફોગાટ એવા કુસ્તીબાજોમાંથી એક છે જેમણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ અધ્યક્ષ બીજેપી સાંસદ બ્રજભૂષણ સિંહ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું, ત્યારબાદ વિનેશને દિલ્હીની સડકો પર ખેંચી જવાની તસવીરો પણ વાયરલ થઈ હતી. આ પછી, ઓલિમ્પિક પસંદગી ટ્રાયલ્સમાં પંખાલની પસંદગીને કારણે, વિનેશે તેની મૂળ 53 કિલો વજનની શ્રેણી છોડી દેવી પડી. જેના કારણે તેણીએ આ વખતે 50 કિલો વર્ગમાં પ્રવેશ કર્યો હતો.