
ઈન્ડિયન પ્રીમિયર લીગ વર્લ્ડ સ્પોર્ટસ બિઝનેસમાં દિગ્ગજ બની ચૂકી છે. હાલમાં વેલ્યુએશન રિપોર્ટ મુજબ આઈપીએલની કુલ બ્રાન્ડ વેલ્યુ હવે અંદાજે 1.52 લાખ કરોડ રુપિયા પહોંચી ગઈ છે. જે તેમને દુનિયાની બીજી સૌથી વેલ્યુએબલ સ્પોર્ટસ લીગ બનાવે છે. આ સફળતા મીડિયા રાઈટ્સ, સ્પોન્સરશિપ અને ફેન બેઝના કારણે મળી છે.

દુનિયાની વૈલ્યુએબલ સ્પોર્ટસ લીગના મામલે આઈપીએલ હવે અમેરિકી લીગ NFLને ખુબ નજીક પહોંચી ચૂકી છે. તેમજ જલ્દી નંબર 1 બનવાની નજીક છે. અમેરિકી નેશનલ ફુટબોલ લીગ લાંબા સમયથી નંબર 1 પર કબજો કર્યો છે.NFLની કુલ બ્રાન્ડ વેલ્યુ અંદાજે 1.79 લાખ કરોડ રુપિયા છે.

નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. બાસ્કેટબોલ લીગ તેના વૈશ્વિક બ્રાન્ડિંગ અને સ્ટાર ખેલાડીઓને કારણે, 1.25 લાખ કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજા ક્રમે છે, પરંતુ તે ઇન્ડિયન પ્રીમિયર લીગથી ઘણી પાછળ છે.

મેજર લીગ બેસ બોલ MLB આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. મેજર લીગ બેસબોલની કુલ બ્રાન્ડ વેલ્યુ હવે અંદાજે 1 લાખ કરોડ રુપિયા છે. બેસબોલની આ લીગ લાંબી સીઝન અને મજબુત ફેન બેસ પર ટકેલી છે પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગના મુકાબલે આ લીગ આજુબાજુ જોવા મળતી નથી.

ફુટબોલની દુનિયાની સૌથી લોકપ્રિય ઈંગ્લિશ પ્રીમિયર લીગનું નામ આ લિસ્ટમાં 5માં નંબરે આવે છે. ઈંગ્લિશ પ્રીમિયર લીગની કુલ બ્રાન્ડ વેલ્યુ અંદાજે 71 હજાર કરોડ રુપિયા છે. ગ્લોબલ ચાહકો અને મોટા ક્લબના કરાણે ટોપ 5માં છે. પરંતુ આઈપીએલના મુકાબલે આની બ્રાન્ડ વેલ્યુ અંદાજે અડધી છે.(PHOTO CREDIT- GETTY)