
આ લગ્નમાં સામેલ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે બંનેના લગ્નના ફોટો શેર કર્યા છે. જેમાં શેખાવત પણ જોવા મળે છે. નવપરિણીત યુગલના લગ્નનો ફોટો શેર કરતા કેપ્શન પણ આપ્યું છે.

પીવી સિંધુ લગ્નના ફોટોમાં ગોલ્ડન ક્રીમ કલરની સાડી પહેરી છે. આ સાથે હેવી જ્વેલરી પણ પહેરી છે. લગ્નના એક દિવસ બાદ પણ બેડમિન્ટન સ્ટારે હજુ ફોટો પોસ્ટ કર્યો નથી. ચાહકો આ ક્યુટ કપલના ફોટોની રાહ જોઈ રહ્યા છે.

હવે આ કપલ 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવા જઈ રહ્યું છે જેમાં રમત જગત ઉપરાંત ફિલ્મ અને રાજકીય જગતની મોટી હસ્તીઓ પણ હાજરી આપી શકે છે.