
અકસ્માત બાદ અવનીએ પોતાના જીવનમાં આગળ વધવા માટે સ્પોર્ટ્સની કારકિર્દી પસંદ કરી હતી. તેમના પ્રેરણા સ્ત્રોત પ્રખ્યાત ખેલાડી અભિનવ બિન્દ્રાની આત્મકથા હતી. તેણે શૂટિંગમાં રસ દાખવ્યો અને તેની માતા અને કોચની મદદથી આ રમત શરૂ કરી. ટૂંક સમયમાં જ તેણે તાકાત દેખાડી અને 2015 માં પ્રથમ વખત નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો.

અવનીની મહેનત અને તાકાત કારણે તેને 2020 ટોક્યો પેરાલિમ્પિકમાં ભાગ લેવાની તક મળી, જ્યાં તેણે મહિલાઓની 10 મીટર એર રાઈફલ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી તે ભારતની પ્રથમ મહિલા બની હતી.

ટોક્યો પેરાલિમ્પિકમાં ટોટલ બે મેડલ જીત્યા હતા. હવે પેરાલિમ્પિકમાં અવનીના નામે કુલ 3 મેડલ છે.જેમાં 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ છે.