
જે ચાહકો જેવલિન થ્રોનું ઓનલાઈન સ્ટ્રીમિંગ જોવા માંગે છે , તે ચાહકો જિઓ સિનેમાં પર મફતમાં નીરજ ચોપરાની ઈવેન્ટ જોઈ શકે છે. તેમજ પેરિસ ઓલિમ્પિક 2024ને લગતી તમામ માહિતીની અપટેડ ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર જોઈ શકો છો.

ભારતીય મૂળના વિઝા સ્ટાર્ટઅપના CEOએ મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે જો નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાનું ટાઇટલ બચાવવામાં સફળ થશે તો તેની કંપની દરેકને ફ્રી વિઝા આપશે. મોહક નાહટાએ નીરજ ચોપરાના પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા પર પોતાના યુઝર્સને એક દિવસ માટે બધા દેશોમાં ફ્રી વિઝા આપવાની જાહેરાત કરી છે. સીઈઓ મોહક નાહટા છે, એટલિસના સ્થાપક, જેમણે LinkedIn પર આ જાહેરાત કરી છે. હવે તેની પોસ્ટ વાયરલ થઈ રહી છે.