
26 વર્ષનો નીરજ ચોપરા ઓલિમ્પિકમાં એથલેટિક્સના 2 મેડલ જીતનાર ભારતનો પહેલો એથલીટ બન્યો છે. તેમણે આ પહેલા ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ પહેલા એથલેટિકસમાં ભારત માટે કોઈ પણ એક ખેલાડીએ મેડલ જીત્યો ન હતો.

નીરજ ચોપરાએ સતત બીજી ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો અને આવું કરનાર માત્ર ચોથો ભારતીય એથલિટ બની ગયો છે. નીરજ સિવાય સુશીલ કુમાર (2008, 2012), પીવી સિંધુ (2016, 2020) અને મનુ ભાકર બંન્ને આ કમાલ કર્યું છે.

માત્ર ભારત જ નહિ પરંતુ નીરજ ચોપરા જેવલિન થ્રોમાં 2 ઓલિમ્પિક મેડલ જીતનાર પહેલો એશિયન એથલીટ પણ બની ગયો છે. તે પહેલા કોઈએ કમાલ કર્યું નથી.

માત્ર ઓલિમ્પિકનું જ નહિ પરંતુ નીરજનો આ થ્રો આ સીઝનનો બેસ્ટ હતો. આ પહેલો તેનો બેસ્ટ 89.34 મીટર હતો. જે પેરિસ ઓલિમ્પિકના ક્વોલિફિકેશન રાઉન્ડમાં આવ્યો હતો.

નીરજ ચોપરા એથલેટિક્સમાં 2 ઓલિમ્પિક અને 2 વર્લ્ડ ચેમ્પિયનશીપ મેડલ જીતનાર પહેલો ભારતીય પણ બની ગયો છે. ટોક્યો અને પેરિસ ઓલિમ્પિકના મેડલ સિવાય નીરજે 2022માં યૂઝીન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર અને 2023માં બુડાપેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.

નીરજે જૂનિયર લેવલથી સીનિયર લેવલ સુધી મોટી ઈવેન્ટમાં 12 મેડલ જીત્યા છે.જેમાં 9 વખત તેમણે ગોલ્ડ અને 3 વખત સિલ્વર મેડલ જીત્યા છે.