
પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમની ભારતીય સમયઅનુસાર રાત્રે 11 કલાકે શરુ થશે, હજારો ચાહકો ઓપનિંગ સેરેમનીને સીન નદીની બંને બાજુએથી નિહાળી શકશે.

ભારતીય ચાહકો ભારતમાં પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની સ્પોર્ટસ 18-1એસડી અને સ્પોર્ટ્સ 18-1 એચડી ટીવી ચેનલ પર જોઈ શકે છે. પેરિસ ઓલિમ્પિકનું લાઈવ સ્ટ્રીમિંગ જિયો સિનેમા એપ પર ફ્રીમાં જોઈ શકો છો.

ફ્રાન્સના હવામાન વિભાગ મેટિયો ફ્રાન્સે શુક્રવારે સવારે વરસાદની આગાહી કરી છે. બપોર બાદ હવામાન ચોખ્ખું રહેશે પરંતુ જ્યારે ઓપનિંગ સેરેમની છે ત્યારે સાંજે વરસાદ પડી શકે છે. જો વરસાદ પડે તો પણ ઓપનિંગ સેરેમની નિર્ધારિત સમય મુજબ ચાલશે.
Published On - 10:32 am, Fri, 26 July 24