Paris Olympics 2024 : આજે રાત્રે 12 કલાકે જાગશે આખું ભારત, 6,697 કિલોમીટર દુરથી આવશે Good News
આજે ભારત માટે ખુબ જ ખાસ દિવસ છે. કારણ કે, પેરિસ ઓલિમ્પિકમાં આજે ગોલ્ડન બોયની ઈવેન્ટ છે. નીરજ ચોપરાએ ભાલા ફેંકના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 89.34 મીટર થ્રો કર્યુ અને ગ્રુપ બીમાં ટોપ પર રહ્યો હતો. તો આજે 6,697 કિલોમીટર દુરથી ભારત માટે ગુડ ન્યુઝ આવશે.
1 / 6
ક્રિકેટ મેચમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં ખુબ જ રસાકસી જોવા મળે છે. તો આજે ક્રિકેટમાં નહિ પરંતુ પેરિસ ઓલિમ્પિકમાં ભારત અને પાકિસ્તાનની ટકકર જોવા મળશે.
2 / 6
પેરિસ ઓલિમ્પિક 2024ને પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે આજે પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે ગુડન્યુઝ આવશે. આ સારા સમાચાર માટે ચાહકોને મોડી સાંજ સુધી જાગવું પડશે. કારણ કે, નીરજ ચોપરાની ઈવેન્ટ ભારતીય સમય મુજબ રાત્રે 11 કલાક થી શરુ થશે.
3 / 6
આજે એથેલિટક્સમાં સૌ કોઈની નજર પુરુષની ભાલા ફેંક ઈવેન્ટ પર રહેશે. કારણ કે, નીરજ ચોપરાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પહેલા જ પ્રયાસમાં 89.34 મીટર થ્રો કર્યો હતો અને ગ્રુપબીમાં ટોપ પર રહ્યો હતો. આ સાથે નીરજે ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.
4 / 6
પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં પાકિસ્તાનનો ધ્વજવાહક રહેલ અરશદ મેડલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. આજે 8 ઓગસ્ટે જેવલિન થ્રોની ફાઈનલ ભારતીય સમય મુજબ રાત્રે 11 કલાક થી શરુ થશે.
5 / 6
ભારતના નીરજ ચોપરા સિવાય પાકિસ્તાનનો અરશદ નદીમે ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેમણે 86.59 મીટર થ્રો કર્યો અને તે ત્રીજા સ્થાને રહ્યો હતો. તેમણે પહેલા જ પ્રયાસમાં ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.અરશદ ભલે નીરજથી અંદાજે 3 મીટર પાછળ રહ્યો હોય પરંતુ ફાઈનલમાં બંન્ને વચ્ચે જોરદાર ટકકર જોવા મળશે.
6 / 6
આજે રાત્રે 12 કલાકે આખું ભારત જાગશે, કારણ કે,6,697 કિલોમીટર દુરથી Good News આવશે, આ ગુડ ન્યુઝ નીરજ ચોપરા વિશે હશે. નીરજ અને અરશદ સિવાય ગ્રુપ બીમાં ગ્રેનેડિયનનો ખેલાડી એન્ડરસન પીટર્સ, બ્રાઝીલનો ખેલાડી લુઈઝ મોરિસિયો અને એન્ડ્રિયન મર્દાર ફાઈનલમાં ક્વોલિફાય કર્યું છે.