
529 ગ્રામ મેડલમાં સોના અને ચાંદી સિવાય બાકીનું વજન લોખંડનું છે, જેનો ઉપયોગ મેડલ બનાવવામાં થાય છે. રસપ્રદ વાત એ છે કે, પેરિસ ઓલિમ્પિક 2024ને યાદગાર બનાવતા મેડલમાં વપરાયેલું લોખંડ ફ્રાન્સના પેરિસમાં બનેલા પ્રખ્યાત એફિલ ટાવરમાંથી લેવામાં આવ્યું છે.

મેડલમાં 500 ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પર માત્ર 6 ગ્રામ જ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. એક પેરિસ ઓલિમ્પિક ગોલ્ડ મેડલનું વજન 529 ગ્રામ હોય છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના નિયમ અનુસાર 95.4 ટકા એટલે કે, 505 ગ્રામ ચાંદી હોય છે. તેના પર 6 ગ્રામ સોનું હોય છે.
Published On - 1:50 pm, Thu, 8 August 24