
આ નુકસાન છતાં તુલસીમતી મુરુગેસને હાર ન માની અને 7 વર્ષની ઉંમરથી બેડમિન્ટન ખેલાડી બનવાનું નક્કી કર્યું. તુલસીમતી મુરુગેસને પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડમીમાંથી તાલીમ લીધી હતી. તુલસીમતી સાઈના નેહવાલને પોતાની આઈડલ માને છે. તુલસીમતી મુરુગેસનને બેડમિન્ટન ખેલાડી બનાવવામાં તેના પિતાની મોટી ભૂમિકા હતી.

તુલસીમતી મુરુગેસને એશિયન પેરા ગેમ્સ 2022માં હેડલાઈન્સ બનાવી હતી. તેણે SL3-SU5 અને SU5માં દેશ માટે 3 મેડલ જીત્યા હતા. ડિસેમ્બર 2023માં, તુલસીમતી મુરુગેસને મહિલા ડબલ્સમાં માનસી જોશી સાથે ફઝા દુબઈ પેરા બેડમિન્ટન ઈન્ટરનેશનલ 2023માં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

પીએમ મોદીએ તુલસીમતી મુરુગેસનને વર્ષ 2023માં તેમની સફળતા બદલ સલામ પણ કરી હતી. તે જ વર્ષે તુલસીમતી મુરુગેસને માનસી જોશી સાથે મળીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. હવે તેને પેરિસ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મળ્યો છે. જોકે, આ ખેલાડીમાં જે પ્રકારની પ્રતિભા છે તે જોઈને સ્પષ્ટ છે કે આગામી વખતે તુલસીમતી મુરુગેસનના મેડલનો રંગ ગોલ્ડમાં બદલાઈ જશે. (Photo Courtesy : PM India)
Published On - 9:56 pm, Mon, 2 September 24