ઓલિમ્પિક મેડલ જીતવાની સાથે આજીવન ફ્રી પીઝાની ઓફર મળી,જો ટ્રક ડ્રાઇવરોએ મદદ ન કરી હોત આજે સપનું પૂર્ણ થયું ન હોત
પેરિસ ઓલિમ્પિકમાં વેટલિફ્ટિંગમાં ભારતની માત્ર એક જ ખેલાડીએ ક્વોલિફાય કર્યું છે. જેની પાસે ભારતને મેડલની આશા છે. 2020 ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતે વેટલિફ્ટિંગમાં મેડલ જીત્યો હતો. તો આજે આપણે મીરાબાઈ ચાનુના પરિવાર વિશે વાત કરીશુ.
1 / 18
મીરાબાઈ ચાનુનું પુરું નામ સાઈખોમ મીરાબાઈ ચાનુ છે.જ્યારે પણ મોટી ટૂર્નામેન્ટ શરૂ થાય છે ત્યારે લોકોની પ્રથમ અપેક્ષા મીરાબાઈ ચાનુ પાસેથી હોય છે. મીરાએ ક્યારેય તેના ચાહકોને નિરાશ કર્યા નથી.
2 / 18
જંગલમાં લાકડાઓ વીણતા વીણતા મીરાબાઈ ચાનૂ ઓલિમ્પિકમાં પહોંચી ગઈ, તો ચાલો મીરાબાઈ ચાનૂ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ
3 / 18
મીરાબાઈ ચાનુના પિતાનું નામ સૈખોમ કૃતિ અને માતાનું નામ સૈખોમ ટોમ્બી છે.મીરાબાઈ ચાનુનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં થયો હતો. તે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. મીરાબાઈ ચાનુના પિતા સાઈખોમ કૃતિ જાહેર બાંધકામ વિભાગના કર્મચારી છે, જ્યારે માતા સૈખોમ ઓંગબી તોમ્બી લીમા દુકાન ચલાવે છે.
4 / 18
મીરા બાઈ ચાનુને એક ભાઈ અને એક બહેન પણ છે. મીરાબાઈ ચાનુના વેઈટલિફ્ટિંગ કોચ કુંજરાની દેવી પોતે ભારતીય વેઈટલિફ્ટિંગ ખેલાડી રહી ચૂક્યા છે.મીરાબાઈની હાઈટ 4 ફૂટ 11 ઈંચ છે, પરંતુ તે ભારે વસ્તુઓ ઉપાડવામાં માહેર છે.
5 / 18
મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલનું ખાતું ખોલ્યું હતું, જ્યારે તેણે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. કાંડામાં ઈજા હોવા છતાં મીરાબાઈએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ 200 કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો હતો.
6 / 18
ચાનુની પ્રથમ મોટી સફળતા કોમનવેલ્થ ગેમ્સની ગ્લાસગો એડિશનમાં મળી હતી.તેમણે 48 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તો આજે આપણે પેરિસ ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂ એક એવી ખેલાડી છે, જે ભારત તરફથી આ ઈવેન્ટમાં રમતી જોવા મળશે.
7 / 18
મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે કુલ 202 કિલોનું વજન ઉઠાવી મેડલ જીત્યો હતો. મીરાબાઈ ચાનુનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ નોંગપોક કાકચિંગમાં ઈમ્ફાલ શહેર, મણિપુરથી લગભગ 30 કિમી દૂર એક મેઈતેઈ પરિવારમાં થયો હતો,
8 / 18
માત્ર 12 વર્ષની હતી ત્યારે તેણીના પરિવારે તેણીની તાકાતને ઓળખી કાઢી હતી. જ્યારે તેના મોટા ભાઈને વજન ઉપાડવાનું પણ મુશ્કેલ લાગતું હતું ત્યારે તે લાકડાનો મોટો ભારો સરળતાથી ઘરે લઈ જતી હતી.
9 / 18
મીરાબાઈનું ગામ, નોંગપોક કાચિંગ, મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં સ્થિત સ્પોર્ટસ કોમ્પ્લેક્સ થી 25 કિલોમીટરથી વધુ દૂર હતું. આવી સ્થિતિમાં મીરાબાઈ ચાનુ પાસે દરરોજ આ લાંબી મુસાફરી કરવા માટે પૈસા નહોતા.
10 / 18
તે ઘણી વખત ઈમ્ફાલ જઈ રહેલા ટ્રક ડ્રાઈવરો પાસેથી લિફ્ટ માંગીને એકેડેમી પહોંચતી હતી. આ ટ્રક ડ્રાઈવર તેમની પાસેથી પૈસા લીધા ન હતા. મેડલ જીત્યા પછી, તેમણે આ ટ્રક ડ્રાઈવરોને શોધી કાઢ્યા અને તેમના ઘરે તેમનું સ્વાગત કર્યું હતું.
11 / 18
મીરાબાઈને વર્ષોથી સ્પોર્ટ્સ એકેડમીમાં મફત લઈ જનારા આ ડ્રાઈવરોને ઓલિમ્પિક વિજેતાએ તેમના ઘરે બોલાવીને સન્માનિત કર્યા હતા. તેમણે એક શર્ટ, એક મણિપુરી દુપટ્ટો આપ્યો અને 150 જેટલા ટ્રક ડ્રાઈવરો અને મદદગારોને ભોજન કરાવ્યું હતું. ટ્રક ડ્રાઈવરોને મળતી વખતે મીરાબાઈ પણ ભાવુક થઈ થયા હતા.
12 / 18
મીરાબાઈ ચાનૂ કહી ચૂક્યા છે કે, જો વેઇટલિફ્ટર બનવાનું તેમનું સપનું ક્યારેય પૂરું ન થયું હોત જો આ ટ્રક ડ્રાઇવરોએ તેમને મદદ ન કરી હોત.
13 / 18
ચાનુએ 2016 રિયો ઓલિમ્પિક માટે મહિલાઓની 48 કિગ્રા વર્ગમાં ક્વોલિફાય કર્યું હતું. જો કે, ક્લીન એન્ડ જર્ક વિભાગમાં તેના ત્રણમાંથી કોઈપણ પ્રયાસમાં સફળ લિફ્ટ ન મળવાને કારણે તે ઇવેન્ટ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે તેના નામની આગળ 'Did Not Finish' લખવામાં આવ્યું હતું.
14 / 18
ટોક્યો ઓલિમ્પિક બાદ મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંઘે તેના માટે ₹1 કરોડના પુરસ્કારની જાહેરાત કરી હતી. ભારતીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેના માટે ₹2 કરોડના પુરસ્કાર, પ્રમોશનની જાહેરાત કરી હતી. ડોમિનોઝ પિઝાએ પણ તેને જીવનભર મફત પિઝા ઓફર કર્યા છે.
15 / 18
ચાનુએ બર્મિંગહામ, ઈંગ્લેન્ડ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2022માં 49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.તેણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં કુલ 201 કિલો વજન ઉપાડ્યું
16 / 18
મેઇ ઇકલાબા થામોઇ એ મીરાબાઈ ચાનુના જીવન પર આધારિત મેઇટેઇ ભાષાનું શુમંગ કુમ્હે નાટક છે, જેનું દિગ્દર્શન શૌગરકપમ હેમંત દ્વારા કરવામાં આવ્યું હતું, જે 19 સપ્ટેમ્બર 2021ના રોજ રિલીઝ થયું હતું.
17 / 18
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, ભારતનું સર્વોચ્ચ રમત સન્માન (2018) થયું હતુ. તેમજ પદ્મશ્રી ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર (2018)માં આપવામાં આવ્યું હતુ. આ સિવાય પણ અનેક મેડલ આપવામાં આવ્યા છે
18 / 18
હવે સૌની નજર પેરિસ ઓલિમ્પિક પર છે. મીરાબાઈ ચાનૂ એક ભારતીય વેટલિફ્ટર જેની પાસે ભારતને પેરિસ ઓલિમ્પિકમાં મેડલની આશા છે.