
સરબજોત સિંહનો જન્મ એક નાનકડા ગામમાં થયો હોવા છતાં તેના માતા-પિતાએ તેને કોઈ મુશ્કેલીઓ સહન ન થવા દીધી. તેને ટ્રેનિંગ માટે દિલ્હી પણ મોકલ્યો હતો. સરબજોતે તેની શૂટિંગની તાલીમ અંબાલા કેન્ટની એઆર શૂટિંગ એકેડમીમાં લીધી છે, તેના કોચનું નામ અભિષેક રાણા છે.

સરબજોત સિંહને જીતવાની જૂની આદત છે. અગાઉ તેણે 2019માં ISSF જુનિયર વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2021માં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંગલ્સ અને ટીમ ઈવેન્ટ્સમાં દેશ માટે ગોલ્ડ જીત્યો હતો.

2023માં પણ તેણે આ જ પરાક્રમનું પુનરાવર્તન કર્યું અને તેના શાનદાર પ્રદર્શનના આધારે આ ખેલાડીએ પ્રથમ વખત ઓલિમ્પિકમાં સ્થાન મેળવ્યું અને પોતાના ડેબ્યૂમાં જ બ્રોન્ઝ મેડલ જીત્યો.