Paris Olympics 2024 : ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ જીતાડનાર સ્વપ્નિલ કોણ છે જાણો, જુઓ ફોટો

|

Aug 01, 2024 | 2:42 PM

Swapnil Kusale : ભારતના સ્વપ્નિલ કુસલે ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નીલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. તો ચાલો જાણીએ કોણ છે સ્વપ્નિલ કુસલ

1 / 5
 તમને જણાવી દઈએ કે સ્વપ્નીલે 2012 માં તેની આંતરરાષ્ટ્રીય શૂટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે કાંબલવાડી ગામમાંથી આવે છે, તેના પિતા અને ભાઈ બંને શિક્ષક છે અને તેની માતા કાંબલવાડી ગામની સરપંચ છે.

2 / 5
સ્વપ્નિલ કુસલના પેરિસ ઓલિમ્પિકના પ્રદર્શનથી ભારત સહિત તેનો પરિવાર ખુબ જ ખુશ છે.સ્વપ્નિલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે.

3 / 5
સ્વપ્નિલ કુસાલ વર્ષ 2015થી સેન્ટ્રલ રેલવેમાં કામ કરી રહ્યો છે.ભારતનો આ પ્રતિભાશાળી શૂટર મહેન્દ્ર સિંહ ધોનીથી ઘણો પ્રભાવિત થયો છે. સ્વપ્નિલ કહે છે કે તેણે એમએસ ધોનીની બાયોપિક ઘણી વખત જોઈ છે અને તે મહાન ક્રિકેટરની સિદ્ધિઓમાંથી પ્રેરણા લે છે. ધોની ક્રિકેટના મેદાન પર તેના શાંત સ્વભાવ માટે જાણીતો છે, જ્યારે શૂટિંગમાં પણ શાંત અને ધીરજવાન સ્વભાવની જરૂર પડે છે.

4 / 5
પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે અત્યાર સુધીમાં ત્રણ શૂટર્સે મેડલ જીત્યા છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને મિશ્ર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તેની સાથે સરબજોતે પણ મેડલ જીત્યો હતો. હવે સ્વપ્નીલે 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

5 / 5
સ્વપ્નિલ કુસાલે ઓલિમ્પિક  પહેલા કાહિરામાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 2021માં દિલ્હીમાં વર્લ્ડકપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2022માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમજ એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં તેમણે સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષે જકાર્તામાં રમાયેલી એશિયન રાઈફલ-પિસ્તોલ ચેમ્પિયનશીપમાં તે ગોલ્ડ મેડલ જીત્યો 2017માં કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં આ ખેલાડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Next Photo Gallery