
ભારતે ત્રીજા ટર્નમાં ફરી એટેક કર્યો અને ફરી એકવાર પરિણામ પહેલા ટર્ન જેવું જ આવ્યું. ભારતીય ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું અને ફરી એકવાર 50-0ના સ્કોરનું પુનરાવર્તન કર્યું. આ રીતે, 3 ટર્ન પછી સ્કોર 106-8 થઈ ગયો. બાંગ્લાદેશની હાર અહીં નક્કી થઈ ગઈ હતી, પરંતુ ટર્ન-4 હજુ બાકી હતો અને આ વખતે પણ ભારતે સારો બચાવ કર્યો અને 3 પોઈન્ટ મેળવ્યા, જ્યારે બાંગ્લાદેશને 8 પોઈન્ટ મળ્યા. આ રીતે ભારતે 109-16ના સ્કોર સાથે મેચ જીતી લીધી હતી.

હવે તમામની નજર ભારતીય પુરુષ ટીમ પર છે, જેની ક્વાર્ટર ફાઈનલ મેચ શ્રીલંકા સામે થશે. ભારતીય ટીમે પણ તેના ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટીમે છેલ્લી ગ્રુપ મેચમાં ભુતાનને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ટૂર્નામેન્ટની સેમીફાઈનલ મેચ 18 જાન્યુઆરી શનિવાર અને ફાઈનલ 19 જાન્યુઆરી રવિવારના રોજ રમાશે. (All Photo Credit : X / Kho Kho World Cup India 2025)
Published On - 9:36 pm, Fri, 17 January 25