
મેચની મેજબાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમના નોઈડાના ઈનડોર સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટટમાં પુરુષ વર્ગમાં 21 અને મહિલા વર્ગમાં કુલ 20 ટીમ ભાગ લેશે.

આ વર્લ્ડકપની પહેલી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટ ખો-ખો માટે ઐતિહાસિક પળ છે, કારણ કે, આ વખતે રમતના એક વૈશ્વિક મંચ પર આટલી મોટી પ્રતિયોગિતાના રુપમાં પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે.ખો-ખો, જે ભારતની પરંપરાગત રમત છે, તેના પ્રચાર માટે આવા કાર્યક્રમો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી ખેલાડીઓને માત્ર આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ જ નહીં મળે, પરંતુ યુવા પેઢીને પણ આ રમતમાં જોડાવાની તક મળશે.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ભારતમાં વર્ષ 2025માં યોજાનાર ખો-ખો વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર છે. ભારતમાં આયોજિત આ ખો-ખો વર્લ્ડ કપમાં 24 દેશો ભાગ લઈ રહ્યા છે.
Published On - 10:21 am, Mon, 23 December 24