Inter Miami અને Lionel Messi વચ્ચે થયો સત્તાવાર કરાર, શુક્રવાર સુધીમાં ટીમમાં જોડાશે, 2025 સુધી આ ક્લબ સાથે રમશે
Messi in miami supermarket : આર્જેન્ટિનાનો ફૂટબોલ સ્ટાર મેસ્સી હાલ ભારે ચર્ચામાં છે. ફ્રાન્સની ફૂટબોલ કલબ PSG છોડ્યા બાદ તે કઈ ક્લબ સાથે જોડાશે, તેની ખુબ ચર્ચા થઈ હતી. પણ હવે આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મુકાશે. કારણ કે મેસ્સી અને અમેરિકાની ફૂટબોલ કલબ Inter Miami વચ્ચે આધિકારિક કરાર થયો છે.
1 / 5
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ સ્ટાર લિયોનલ મેસ્સીના જીવનનો નવો અધ્યાય શરુ થવા જઈ રહ્યો છે. મેસ્સી અને અમેરિકન ફૂટબોલ કલબ Inter Miami વચ્ચેના આધિકારિક કરારની જાહેરાત થઈ છે. મેસ્સી આગામી શુક્રવાર સુધીમાં નવી કલબ સાથે જોડાશે. તે વર્ષ 2015 સુધી આ કલબ માટે રમતો જોવા મળશે.
2 / 5
તેના જીવનના અધ્યાય માટે તૈયાર થવા માટે મેસ્સી અને તેનો પરિવાર અમેરિકાના મિયામી પહોંચ્યો હતો. જ્યાં તે પોતાના પરિવાર સાથે સુપર માર્કેટમાં ખરીદી કરતો જોવા મળ્યો હતો. ફેન્સ તેને જોઈને દંગ રહી ગયા અને તેમની વચ્ચે સેલ્ફી લેવા માટે રીતસરની પડાપડી થઈ હતી.
3 / 5
મેજર લીગ સોકર ટીમે હાલમાં જ આ માહિતી આપી હતી. 36 વર્ષીય મેસ્સીએ ગયા વર્ષે કતારમાં આર્જેન્ટિનાને વર્લ્ડ કપનો ખિતાબ અપાવ્યો હતો અને તેને સર્વકાલીન મહાન ફૂટબોલ ખેલાડી તરીકે ગણવામાં આવે છે. ઇન્ટર મિયામી ટીમ રવિવારે એક સમારોહમાં તેની સાથે જોડાશે. શુક્રવાર સુધીમાં તે મેદાનમાં ટીમ સાથે જોડાશે.
4 / 5
સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં રમતગમત અને MLSમાં રસ વધારશે તેવી અપેક્ષા છે. શુક્રવારે જ્યારે ઇન્ટર મિયામી લીગ કપમાં ક્રુઝ અઝુલ સામે ઘરઆંગણે રમશે ત્યારે મેસ્સીની શરૂઆતનું આયોજન છે. લીગ્સ કપ એ MLS અને મેક્સીકન લીગ ટીમો વચ્ચેની નવી સ્પર્ધા છે.
5 / 5
મેસ્સી 2 વખતનો વર્લ્ડ કપ ગોલ્ડન બોલ વિજેતા છે, ત્રણ વખતનો UEFA મેન્સ પ્લેયર ઓફ ધ યર એવોર્ડ છે. તેની પાસે 6 લા લિગા બેસ્ટ પ્લેયર ટાઇટલ પણ છે. મેસ્સી 4 વખત યુઇએફએ ચેમ્પિયન્સ લીગ વિજેતા, ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા, 10 લા લીગા ચેમ્પિયન, 2 લીગ , 1 ચેમ્પિયન અને 7 કોપા ડેલ રે ટાઇટલ છે. 2 સીઝન માટે પેરિસ સેન્ટ-જર્મનમાં જોડાતા પહેલા તે 2004-2021 સુધી બાર્સેલોના માટે રમ્યો હતો.