
પીવી સિંધુનું પુરું નામ પુસરલા વેંકટ સિંધુ છે.તેનો જન્મ 5 જુલાઈ 1995ના રોજ હૈદરાબાદમાં થયો છે. બેડમિન્ટનમાં આંતરરાષ્ટ્રીય કરિયર 2009થી શરુ થયું, આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમણે પહેલું મેડલ 2009માં જીત્યું હતુ.

પિતા રમણ ભારતીય રેલ્વેના કર્મચારી હતા. વિજયા આંધ્રપ્રદેશના વિજયવાડાના વતની છે.તેના માતા-પિતા બંને રાષ્ટ્રીય સ્તરના વોલીબોલ ખેલાડી છે. સિંધુએ માત્ર આઠ વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું.

ગોપીચંદની બેડમિન્ટન એકેડમીમાં જોડાયા પછી, સિંધુએ અનેક ટાઇટલ જીત્યા. અંડર-10 વર્ષની કેટેગરીમાં, તેણીએ ડબલ્સ કેટેગરીમાં પાંચમી સર્વો ઓલ ઈન્ડિયા રેન્કિંગ ચેમ્પિયનશિપ અને અંબુજા સિમેન્ટ ઓલ ઈન્ડિયા રેન્કિંગમાં સિંગલ્સનું ટાઈટલ જીત્યું. અંડર-13 વર્ષની કેટેગરીમાં પોંડિચેરીમાં સબ-જુનિયર્સમાં સિંગલ્સ ટાઇટલ,ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટ IOC ઓલ ઇન્ડિયા રેન્કિંગ, સબ-જુનિયર નેશનલ્સ અને પુણેમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં પણ ટાઈટલ જીતી ચૂકી છે.

પેરિસ ઓલિમ્પિક 2024ની શરુઆત 26 જુલાઈથી શરુ થશે, જેમાં ઓપનિંગ સેરેમનીમાં ભારત તરફથી ધ્વજવાહકના રુપમાં પીવી સિંધુ જવાબદારી નિભાવશે.

ભારતમાં 51મી નેશનલ સ્ટેટ ગેમ્સમાં અંડર-14 ટીમ ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.બાદમાં ગોપીચંદનો સાથે છોડી દીધો અને કોરિયન કોચ પાર્ક તાઈ-સંગ સાથે તાલીમ લીધી હતી. 8 જુલાઈ 2024 ના રોજ, ભારતીય ઓલિમ્પિક સમિતિએ તેને અને ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલને પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના ધ્વજવ વાહક તરીકે નિયુક્ત કર્યા.

પીવી સિંધુના પિતાનું નામ રમણ અને માતાનું નામ પી.વિજયા છે. સિંધુના માતા-પિતા બંન્ને નેશનલ લેવલના વોલિબોલ ખેલાડી રહી ચૂક્યા છે. કહી શકાય કે,પીવી સિંધુનો આખો પરિવાર રમત-ગમત સાથે જોડાયેલો છે.

સિંધુના પિતા ભારતીય વોલિબોલ ટીમના સભ્ય હતા. તેમણે 1986ના રોજ સિયોલ એશિયાઈ રમતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વોલિબોલમાં તેના યોગદાન બદલ તેમને વર્ષ 2000માં ભારત સરકારના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બેડમિન્ટન સ્ટારના માતા-પિતા વોલિબોલ ખેલાડી રહી ચૂક્યા છે. પીવી સિંધુને એક મોટી બહેન છે, જેમનું નામ દિવ્યા છે. દિવ્યા રાષ્ટ્રીય સ્તરની હેન્ડબોલ ખેલાડી રહી ચૂકી છે. હાલમાં તે ડોક્ટર છે.

સિંધુનો પરિવાર હૈદરાબાદમાં રહે છે. માતા-પિતા વોલિબોલ ખેલાડી હતા પરંતુ સિંધુએ બેડમિન્ટન રમવાનું પસંદ કર્યું, તેમને બેડમિન્ટન રમવાની પ્રેરણા કોચ પુલેલા ગોપીચંદ પાસેથી મળી છે.વર્ષ 2001માં પુલેલા ગોપીચંદે ઓલ ઈંગ્લન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદથી સિંધુએ નિર્ણય લીધો કે, તે બેડમિન્ટનમાં પોતાનું ભવિષ્ય બનાવશે.

પીવી સિંધુએ ઓક્સિલિયમ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેને ડૉક્ટર બનવાની ઇચ્છા હતી પરંતુ 8 વર્ષોની ઉંમરમાં બેડમિંટન માટે હાથમાં લીધું અને બેડમિન્ટનમાં કરિયર બનાવવાનો નિર્ણય લીધો હતો. આજે ભારતને અનેક મેડલ અપાવી ચૂકી છે. તેણે એનસ કોલેજ ફોર વુમનમાંથી કોમર્સમાં ડિગ્રી લીધી છે. જે બાદ તેણે એ જ કોલેજમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, મોસ્કોમાં બેડમિન્ટન ટૂર્નામેન્ટને કારણે તેને 10મા ધોરણની પરીક્ષા ચૂકી ગઈ હતી. જે બાદ તેણે પરીક્ષા આપી હતી.તમને જણાવી દઈએ કે, પીવી સિંધુને પરિવાર કરતા પણ વધારે પ્રેમ બેડમિન્ટન પ્ર્ત્યે છે, કારણ કે, બેડમિન્ટન રમવા માટે બહેનના લગ્નમાં પણ સામેલ થઈ ન હતી.

પુસરલા વેંકટ સિંધુ એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. ભારતની સૌથી સફળ બેડમિન્ટમાં તેમની ગણતરી કરવામાં આવે છે , સિંધુએ 2019 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ સહિત ઓલિમ્પિક્સ અને BWF સર્કિટ જેવી વિવિધ ટુર્નામેન્ટમાં મેડલ જીત્યા છે. તે બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ અને એકમાત્ર ભારતીય છે અને ઓલિમ્પિક ગેમ્સમાં સતત બે મેડલ જીતનાર ભારતની માત્ર બીજી વ્યક્તિગત ખેલાડી છે.

સિંધુ સપ્ટેમ્બર 2012માં 17 વર્ષની ઉંમરે BWF વર્લ્ડ રેન્કિંગમાં ટોચના 20માં સ્થાન મેળવ્યું હતું. BWF વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કુલ પાંચ મેડલ જીત્યા છે અને તે સ્પર્ધામાં પાંચ કે તેથી વધુ સિંગલ્સ મેડલ જીતનારી ચીનની ઝાંગ નિંગ પછી માત્ર બીજી મહિલા છે. 2016 સમર ઓલિમ્પિક્સ (રિઓ)માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તે ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી. સિલ્વર મેડલ જીત્યો.

2020 સમર ઓલિમ્પિક (ટોક્યો)માં સતત બીજી વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. આ વખતે તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો, બે ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા છે.

સિંધુએ 2016 ચાઇના ઓપનમાં તેનું પ્રથમ સુપરસિરીઝ ટાઇટલ જીત્યું ,2018 BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ પણ જીતી હતી.કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન છે અને તેણે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રણ સિંગલ મેડલ, એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ અને ઉબેર કપમાં બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

રમત-ગમતના સન્માન અર્જુન પુરસ્કાર અને રાજીવ ગાંધી ખેલ રત્ન, તેમજ ભારતના ચોથા-સૌથી સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મશ્રી અને ત્રીજા-સૌથી ઉચ્ચ નાગરિક પુરસ્કાર, પદ્મ ભૂષણ પણ મેળવી ચૂકી છે.

હવે પીવી સિંધુ પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપવે તેવી ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે.

કમાણી મામલે સિંધુ ફોર્બ્સની 2018, 2019, 2021, 2022 અને 2023માં સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટ્સની યાદીમાં આવે છે. પીવી સિંધુ અનેક જાહેરતમાંથી પણ કરોડોની કમાણી કરે છે.
Published On - 7:03 am, Fri, 19 July 24