Pro Kabaddi League Final : પ્રો કબડ્ડી લીગને મળી નવી ચેમ્પિયન ટીમ, ત્રણ વખતના વિજેતાને ધૂળ ચટાડી કરોડોની પ્રાઈઝ મની મળી
PKL 11 : પ્રો કબડ્ડી લીગની 11મી સીઝનો ખિતાબ હરિયાણા સ્ટીલર્સએ 3 વખતની ચેમ્પિયન પટનાને હાર આપી જીતી લીધો છે.પ્રો કબડ્ડી લીગની 11મી સીઝનની એક નવી ટીમ ચેમ્પિયન બની છે. હરિયાણા સ્ટીલર્સે તેનું પ્રથમ ટાઇટલ જીત્યું છે.
1 / 6
હરિયાણા સ્ટીલર્સનું પ્રો કબડ્ડી લીગનો ખિતાબ જીતવાનું અધુરું સપનું પૂર્ણ થયું છે. ગત્ત વખત ફાઈનલમાં પહોંચી ખિતાબ ગુમાવનાર હરિયાણાએ પ્રો કબડ્ડી લીગનો ખિતાબ પહેલી વખત જીતી લીધો છે.
2 / 6
હરિયાણા સ્ટીલર્સે 3 વખતની ચેમ્પિયન પટના પાયરેટ્સને ફાઈનલમાં હાર આપી પ્રો-કબડ્ડી લીગની 11મી સીઝનમાં પોતાનો ખિતાબ પોતાને નામ કર્યો છે. લીગ ચરણમાં પહેલા સ્થાને રહેલી હરિયાણા સ્ટીલર્સે પુણેમાં રમાયેલી ફાઈનલમાં પટના પાઈરેટ્સને હાર આપી છે.
3 / 6
પ્રો કબડ્ડી લીગનો ખિતાબ જીતનારી હરિયાણાને 3 કરોડ રુપિયાની ઈનામી રકમ મળી છે. તો રનર અપ પટના પાઇરેટ્સે 1.8 કરોડ રૂપિયાની રકમ મળી છે. હરિયાણાએ ફાઈનલમાં પટના પાઈરેટ્સનું ચોથી વખત ખિતાબ જીતવાનું સપનું તોડી નાંખ્યું છે.
4 / 6
પુર્ણેમાં રમાયેલા પ્રો કબડ્ડી લીગની ફાઈનલમાં હરિયાણાએ રવિવારે શાનદાર પ્રદર્શન કરી પટનાને 32-23થી હાર આપી પહેલી વખત ખિતાબ પોતાને નામ કર્યો છે. ખેલાડી મોહમ્મદરેજા શાદલોઈએ શાનાદાર પ્રદર્શન કર્યું હતુ.
5 / 6
પ્રો કબડ્ડી લીગની 11મી સીઝનમાં ચેમ્પિયન ટીમ મળી ગઈ છે. આ સાથે કેટલાક ખેલાડીઓને પણ તેમના બેસ્ટ પ્રદર્શન માટે એવોર્ડ મળ્યો છે. બેસ્ટ રેડરનો એવોર્ડ પટના પાઈરેટ્સના યુવા રેડર દેવાંકને બેસ્ટ રેડરનો એવોર્ડ મળ્યો છે. તેમણે સૌથી વધારે 301 રેડ પોઈન્ટ મેળવ્યા છે. આ સાથે 15 લાખ રુપિયા પણ મળ્યા છે.
6 / 6
બેસ્ટ ડિફેન્ડરનો એવોર્ડ તમિલ થલાઈવાના નિતેશ કુમારને મળ્યો છે. જેમણે 22 મેચમાં 77 ટેકલ પોઈન્ટ મેળવ્યા છે. આ સાથે 15 લાખ રુપિયા પણ મળ્યા છે. આ વખતે રેડ ઓફ ધ સીઝનનો એવોર્ડ મંજીતને મળ્યો છે. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ હરિયાણાના ડિફેન્ડર મોહમ્મદરેજાને મળ્યો છે.