
ડ્વેન બ્રાવોની ગણતરી દુનિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડરમાં થાય છે.તે ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેમણે અત્યારસુધી કુલ 630 વિકેટ પોતાના નામ કરી છે.

બ્રાવો ડેથ ઓવરોમાં પોતાની શાનદાર બોલિંગથી મેચ જીતવા માટે પ્રખ્યાત છે. તે છેલ્લી ઓવરોમાં સિક્સર ફટકારીને મેચ જીતવાની તાકાત પણ ધરાવે છે. બ્રાવોએ અત્યાર સુધી ટી20માં 630 વિકેટ ઝડપી છે. તેણે બેટથી 6970 રન પણ બનાવ્યા છે.