
ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે શાનદાર પ્રદર્શન કરીને કુલ 39 મેડલ જીત્યા. ભારતના ખાતામાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ આવ્યા અને દેશે મેડલ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું.

ભારતીય બોક્સરોએ ખાસ પ્રભાવ પાડ્યો. કુલ 14 માંથી 10 ભારતીય બોક્સરો મેડલ જીતવામાં સફળ રહ્યા, જેના કારણે ભારતના અભિયાનને મોટી સફળતા મળી.

બીજી તરફ, પાકિસ્તાન માટે આ ગેમ્સ નિરાશાજનક રહી. 21 ખેલાડીઓની ટીમ મોકલવા છતાં પાકિસ્તાન માત્ર એક જ મેડલ જીતી શક્યું, અને તે પણ બ્રોન્ઝ મેડલ. મહિલા બોક્સર ફાતિમા ઝહરાએ 60 કિલો વર્ગમાં બ્રોન્ઝ જીતીને પાકિસ્તાનનું ખાતું ખોલાવ્યું.

પાકિસ્તાનનો આ દેખાવ છેલ્લા 36 વર્ષમાં સૌથી રહ્યો છે. ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ પણ ભાલા ફેંકની સ્પર્ધામાં નિરાશાજનક પ્રદર્શન કરીને મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યો.

બાંગ્લાદેશની સ્થિતિ તો વધુ ખરાબ રહી. 15 ખેલાડીઓની ટીમ હોવા છતાં એકપણ મેડલ જીતી શક્યા નહીં. (PC:PTI/X)