Breaking News Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 ના મેડલ કોણે ડિઝાઇન કર્યા છે? જાણો તેની 5 મુખ્ય વિશેષતાઓ

જાપાનના આઈચી-નાગોયામાં એશિયન ગેમ્સ 2026 શરૂ થઈ ગયું છે. એશિયન ગેમ્સ 2026 માટે મેડલ્સની ડિઝાઇન ચર્ચાનો વિષય બની છે. આ મેડલ્સની પસંદગી નેશનલ ડિઝાઇન કોમ્પિટિશન દ્વારા કરવામાં આવી હતી. ચાલો જાણીએ એશિયન ગેમ્સના મેડલ કોણે બનાવ્યા છે અને તેની વિશેષતા શું છે?

| Updated on: Sep 19, 2026 | 7:13 PM
1 / 8
જાપાનના આઈચી-નાગોયામાં આયોજિત 20મી એશિયન ગેમ્સ માટે મેડલ્સની ડિઝાઇન તેની કલાત્મકતા, સાંસ્કૃતિક વારસો અને આધુનિક વિચારસરણી માટે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. નેશનલ ડિઝાઇન કોમ્પિટિશન દ્વારા પસંદ કરાયેલા આ મેડલ્સ ફેમસ જાપાની ડિઝાઇનર દૈસુકે શિબા દ્વારા બનાવવામાં આવ્યા છે.

2 / 8
શિબાનો કોન્સેપ્ટ ગેમ્સના સત્તાવાર સૂત્ર, "એક એશિયાની કલ્પના" અને "વિવિધતામાં એકતા" ની થીમ પર આધારિત છે.ડિઝાઇનર દૈસુકે શિબાએ આ મેડલ બનાવવા માટે એક અનોખી પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હતો. મેડલનો અંતિમ આકાર નક્કી કરવા માટે, તેણે જાણી જોઈને ઘણી સિરામિક ડિસ્ક તોડી અને ટુકડાઓ કેવી રીતે એકબીજા સાથે બંધબેસે છે તેનો અભ્યાસ કર્યો.

3 / 8
શિબા માને છે કે રમતવીરની સફર નિષ્ફળતા, ઈજા, સંઘર્ષ અને સખત મહેનતના ટુકડાઓથી બનેલી હોય છે. જ્યારે આ ટુકડાઓ એકસાથે આવે છે, ત્યારે તે મેડલના રૂપમાં રમતવીરની સફળતાનું પ્રતીક બની જાય છે. આ ડિઝાઇન રમતગમતના મંચ પર એશિયાની વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓના એકત્ર થવાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. એશિયન ગેમ્સ 2026 ના મેડલની 5 મુખ્ય વિશેષતાઓ છે.

4 / 8
પહેલી વિશેષતા છે રિસાયકલ કરેલ ઈ-કચરાનો ઉપયોગ: પર્યાવરણીય સંરક્ષણ અને સર્ક્યુલર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે, આ મેડલ જાપાનના મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા એકત્રિત કરવામાં આવતા જૂના અને નાના ઈલેક્ટ્રોનિક કચરામાંથી ધાતુ કાઢીને બનાવવામાં આવ્યા છે.

5 / 8
બીજી વિશેષતા છે કાકીત્સુબાતા ફૂલથી પ્રેરિત રિબન:  મેડલ રિબનમાં આઈચી પ્રીફેક્ચરના સત્તાવાર ફૂલ, કાકીત્સુબાતાનું સુંદર સિલુએટ છે. તેના વક્ર પેટર્ન રમતવીરોની સ્થિતિસ્થાપકતા અને શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે.

6 / 8
ત્રીજી વિશેષતા છે હિનોકી લાકડાનું બોક્સ: મેડલને રાખવા માટે બનાવવામાં આવેલું બોક્સ આઈચીના પ્રખ્યાત 'હિનોકી' લાકડામાંથી બનાવવામાં આવ્યું છે, જે જાપાની પરંપરાગત ચાય સંસ્કૃતિથી પ્રેરિત છે.

7 / 8
ચોથી વિશેષતા છે મેડલની લંબાઈ અને પહોળાઈ: બધા મેડલ 8 સેમી વ્યાસ અને 5 મીમી જાડાઈના ગોળાકાર ફોર્મેટમાં બનાવવામાં આવ્યા છે.

8 / 8
પંચમી વિશેષતા છે મેડલનું વજન: આ ગોલ્ડ મેડલનું વજન આશરે 265 ગ્રામ છે, જે શુદ્ધ ચાંદીથી બનેલું છે અને ઓછામાં ઓછું 1 ગ્રામ સોનાથી બનેલું છે. સિલદર મેડલનું વજન આશરે 264 ગ્રામ છે, જે શુદ્ધ ચાંદીથી બનેલું છે. બ્રોન્ઝ મેડલનું વજન આશરે 222 ગ્રામ છે, જે 95% તાંબુ અને 5% ઝીંકથી બનેલું છે. (PC:X/INSTAGRAM)

Published On - 6:59 pm, Sat, 19 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.