
2026 એશિયન ગેમ્સમાં ઇન્ડોનેશિયા સામે મેદાનમાં ઉતરતા જ ભારતની સવિતા પુનિયાએ એક અનોખો રેકોર્ડ બનાવ્યો.

આ મેચની શરૂઆત સાથે ગોલકીપર સવિતા પુનિયા ભારત માટે સૌથી વધુ મેચ રમનાર મહિલા ખેલાડી બની હતી.

ભારતીય મહિલા હોકી ટીમની ગોલકીપર સવિતા પૂનિયાએ વંદના કટારિયાનો ભારત માટે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ તોડ્યો હતો.

વંદના કટારિયાએ ભારત માટે 320 આંતરરાષ્ટ્રીય હોકી મેચ રમી હતી, જ્યારે સવિતા પુનિયાએ ઇન્ડોનેશિયા સામે પોતાની 321મી મેચ રમી હતી.

આ પહેલા સવિતા પુનિયાએ ઉઝબેકિસ્તાન સામે એશિયન ગેમ્સની પહેલી મેચમાં વંદના કટારિયાના રેકોર્ડની બરાબરી કરી હતી.

હોકી ઇન્ડિયાએ સવિતા પુનિયાને સૌથી વધુ કેપ્ડ મહિલા ખેલાડી બનવા બદલ સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.

હોકી ઇન્ડિયાએ સવિતા પુનિયાને 10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.

સવિતા પુનિયાએ વર્ષ 2009 માં ભારતીય મહિલા હોકી ટીમમાં સામેલ થઈ હતી અને ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.

2009થી સવિતા પુનિયાએ ત્રણ ઓલિમ્પિક, બે એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિત અનેક મોટી હોકી ઇવેન્ટ્સમાં ભાગ લીધો છે. (PC:X/Hockey India)
Published On - 4:23 pm, Mon, 21 September 26