
સિંધુનો ભાવિ પતિ વેંકટ દત્તા વિશે વાત કરીએ તો તે પોસિડેક્સ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. વેંકટા માત્ર ટેક્નોલોજી કંપની સાથે જોડાયેલા નથી, પરંતુ આ પહેલા તેઓ વિશ્વની સૌથી પ્રખ્યાત ટી20 લીગ IPL સાથે પણ જોડાયેલા રહી ચૂક્યા છે. વેંકટાએ તેના LinkedIn બાયોમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે,

પીવી સિંધુને ભારતની સૌથી સુપ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડીઓમાંની એક ગણવામાં આવે છે, જેણે 2019માં ગોલ્ડ સહિત વિશ્વ ચેમ્પિયનશિપમાં પાંચ મેડલ જીત્યા હતા. આ સિવાય તેણે ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે

આ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડીએ રિયો 2016 અને ટોક્યો 2020માં ઓલિમ્પિક મેડલ જીત્યા હતા. ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી તે ચોથી ભારતીય ખેલાડી છે.ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ તાજેતરમાં સૈયદ મોદી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતીને લાંબા સમય બાદ ટ્રોફીના દુષ્કાળનો અંત લાવી દીધો હતો.