
ભારત અને ચીન વચ્ચે એશિયન ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચ ટીવી પર લાઈવ સોની સ્પોર્ટસ નેટવર્ક પર જોઈ શકાશે. તેમજ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ અને વેબસાઈટ પર થશે.

આજે ભારત હોકી ટીમની નજર જીત પર રહેશે. તો ચીન પણ ફરી એક વખત ઈતિહાસ રચવા માટે પાકિસ્તાન બાદ ભારતને હરાવવા મેદાનમાં ઉતરશે.ભારત આ પહેલા 4 વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ જીતી ચૂક્યું છે. આવી સ્થિતિમાં આ વખતે તેની નજર રેકોર્ડ 5મી વખત ટાઈટલ જીતવા પર રહેશે.