
એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં બીજા ક્રમે રહી જિનય શાહે પોતાની પ્રતિભાને સાબિત કરી હતી. બિશ્કેકમાં જિનય શાહને મેડલ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

વિકલાંગોની એશિયન ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા જિનય શાહની આ સફળતાથી તેના પરિવાર માટે જ નહીં પરંતુ ગુજરાત માટે ગર્વની વાત છે.

જિનય ધોરણ 11 કોર્મસમાં અભ્યાસ કરે છે. તે 75% શારીરિક અક્ષમતા ધરાવે છે, જિનયનો જન્મ અમદાવાદમાં થયો છે, પરંતુ જિનય વર્ષ 2016થી કુવૈતમાં રહે છે અને કુવૈતની DPS સ્કુલમાં અભ્યાસ કરે છે. જિનય જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેણે ચેસ રમવાનું શરૂ કર્યું હતું, એશિયન ચેસ ચેમ્પિયનશિપ પહેલા પણ જિનય અનેક મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યો અને મેડલ જીતી ચૂક્યો છે.
Published On - 9:08 pm, Mon, 18 November 24