
ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિયેશનની ટીમે વિજયધ્વજ ફરકાવ્યા હતા.

પ્રથમ મુકાબલામાં ભાવનગર DFA સામે અમદાવાદ DFAએ 20-0થી ભવ્ય વિજય મેળવી પોતાનો દાવો મજબૂત કર્યો હતો.

ત્યારબાદ બીજા મુકાબલામાં ભરૂચ DFA સામે અમદાવાદ DFAએ 5-0થી જીત મેળવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

સેમીફાઈનલમાં અમદાવાદ DFAએ વડોદરા DFA સામે 6-0થી વિજય પ્રાપ્ત કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

ફાઈનલ મેચમાં અમદાવાદ DFA અને જામનગર DFAની મેચ ટાઈ રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં અમદાવાદ DFAએ 4-3થી જીત મેળવી હતી અને ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી.

ગ્યાનાં ગહલોત, હાવ્યા ભવસાર, નવ્યા મહેતા અને અગ્ના જૈને ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને અમદાવાદ DFAને ચેમ્પિયન બનાવવામાં ખાસ યોગદાન આપ્યું હતું.
Published On - 10:24 pm, Fri, 25 July 25